02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં રેતીની બેફામ તસ્કરી

કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં રેતીની બેફામ તસ્કરી   10/01/2019

 
કંબોઈ બનાસકાંઠા જિલ્લા ખાણ-ખાનીજ વિભાગ દ્વારા ‘ડ્રોન’ દ્વારા રેત ખનન રોકવાના દાવા વચ્ચે કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના વિશાળ પટમાં બેરોકટોક રાત-દિવસ હિટાચી મશીન દ્વારા રેતીની ચોરી થઈ રહી છે. જેથી કુદરતી સંપદાના દુર્વ્યય સાથે સરકારને રોયલ્ટીની પણ માતબર રકમ ગુમાવવી પડે છે.
જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ હાલમાં ‘ડ્રોન’ મારફત રેતીની તસ્કરી ઉપર બાજ નજર રાખે છે તેથી રેત માફીયાઓ ફરતે ગાળીઓ મજબુત બન્યો છે પરંતુ જિલ્લાની પશ્ચિમે આવેલા કાંકરેજ તાલુકામાં બિન્દાસ રેત તસ્કરી થઈ રહી છે. 

Tags :