સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે વી.આર. ચાવડા પો.ઇન્સ. એલ.સી. બી. નાઓના માર્ગદર્શન હેઠળ વી.યુ. ગડરીયા પો.સ.ઇ. એલ.સી. બી. તથા અ.હે.કો. રજુસિંહ તથા પો.કો. પ્રહલાદસિંહ તથા પો.કો. રાકેશકુમારને નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન પો.કો. પ્રહલાદસિંહે ખાનગી રાહે બાતમી મળેલ કે પ્રાંતિજ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.- ૧૫૩ /૨૦૧૭ ઇ.પી.કો. કલમ- ૩૬૬, ૩૭૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિ. ૨૦૧૨ ની કલમ-૩,૪,૧૧ (૧),૧૧(૪),૧૨,૧૭ મુજબના કામના નાસતા ફરતા આરોપી જયદિપસિંહ ભીખુસિંહ ઝાલા, ઉ.વ-૩૨, ધંધો-મજુરી, રહે- નવી મોરી (સુનોખ), તા.ભિલોડા, જી. અરવલ્લી વાળો સલાલ મુકામે આવેલ હોય તેવી હકીકત મળતા વધુમા તપાસ કરતા સલાલ પીકપ સ્ટેન્ડ ખાતે ઉપરોકત ગુન્હાના કામેનો આરોપી જોવા મળતા તા-૨૮/૦૧/૨૦૧૯ ના કલાક-૧૮/૧૦ વાગે સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ સલાલ પીકપ સ્ટેન્ડ ખાતેથી પકડી અટક કરી પ્રાંતિજ પો.સ્ટે. સોંપવા તજવીજ કરેલ છે.