ડીસામાં ફૂડ વિભાગની ટીમનો આકસ્મિક દરોડો, ટ્રેડિંગ પેઢીમાંથી તેલના નમૂના લીધા

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં મોટાપાયે ખાધ પદાર્થમાં ભેળસેલ થતી હોવાની વારંવાર ઉઠી રહેલી ફરિયાદોના પગલે આજે ફૂડ વિભાગની ટીમે ડીસા જી.આઈ.ડી.સી.માં ત્રાટકી જાગનાથ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર ઓચિંતો દરોડો પાડી સોયાબીન તથા રાયડા તેલના સેમ્પલ લીધા હતા. ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદો વચ્ચે શહેરમાથી નકલી ઘી, નકલી તેલ અને મરચાં તથા મસાલા ઝડપાતા રહે છે. ત્યારે ડીસાના એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લાની ફૂડ વિભાગની ટીમે આજે ડીસા જી.આઈ.ડી.સી.માં ઓચિંતો દરોડો પાડી જાગનાથ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં ઊંડી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન ફૂડ વિભાગની ટીમે આ પેઢી પરથી શંકાના આધારે રાયડા અને સોયાબીન તેલના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા હતા. ફૂડ વિભાગની ટીમે જાગનાથ ટ્રેડિંગ કંપની પર ઉપલબ્ધ તેલના જથ્થાના સ્ટોકની પણ તપાસ હાથ ધરી હતી. જોકે મીડિયા કર્મીઓને જોઈ જાગનાથ ટ્રેડિંગ કંપનીના સંચાલકોએ કેમેરાથી દુર ભગવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યવાહી વિષે અમારા સંવાદદાતાએ ફૂડ વિભાગના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે આ દરોડાની વિસ્તૃત વિગતો આપી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.