અસારવાના ધારાસભ્યની ઓફિસ બહાર AMCએ વાળ્યું કચ્ચરઘાણ, તોડ્યા પગથિયા

અમદાવાદમાં આજે પણ ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનો સિલસિલો યથાવત રહ્યો હતો. હાઈકોર્ટની ટકોર બાદ સરકાર અને પોલીસ એક્શનમાં આવી ગઈ છે, અને શહેરના વિવિધ વિસ્તારોમાં કડક બંદોબસ્ત સાથે દબાણો દૂર કરી રહી છે. શહેરના દબાણો દૂર કરવામાં ટ્રાફિક પોલીસને શહેરની જનતા પણ ભરપૂર સાથ આપી રહી છે.
 
આજે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં મેગા ડ્રાઈવ પાંચ કિલોમીટર જેટલા વિસ્તારમાં યોજવામાં આવી છે. તો અસારવામાં બીજેપીના ધારાસભ્યની ઓફિસ બહાર કરવામાં આવેલું દબાણ પણ હટાવી દેવામાં આવ્યું છે.
 
ભાજપના MLAની ઓફિસ બહાર AMCએ મોટી કાર્યવાહી કરી હતી. એએમસીએ મેઘાણીનગરમાં ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારના પગથિયા તોડી પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે, પ્રદીપ પરમાર અસારવા વિધાનસભાના ધારાસભ્ય છે. મેઘાણીનગર પોલીસ મથક વિસ્તારમાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં આજે 120થી વધારે પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓ જોડાયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.