કાંકરેજના બલોચપુર ગામેથી ચરસ સાથે સાધુ ઝડપાયો

 
 
 
            બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી.પી. એસ.આઇ. બી.ડી. શાહને મળેલ ખાનગી બાતમી ના આધારે કાંકરેજ તાલુકાના શિહોરી  પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બલોચપુર ગામની સીમમાં જોગણી માતાજીના આશ્રમમાં ગત રાત્રે ઓચીતી રેડ કરી છાપો મારતા આશ્રમમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લા-તાલુકાના જકતાવદ ગામના દયાલગિરી ગુરુ જનાર્દનગીરી બાવાની ઝડતી લેતાં તેની પાસેથી ગેરકાયદેસર રીતે અનઅધિકૃત માદક પદાર્થ ચરસનો જથ્થો ૮૦૪.૮૦૦ગ્રામ જેની બજાર કિંમત રુ/- ૮૦,૦૦૦/-મોબાઇલ નંગ -૧ કિંમત રુ/- ૫,૦૦૦/-તથા  રકડ કિંમત રુ/- ૧૪,૫૩૦/-મળી કુલ રુ/- ૯૯૯૩૦ નો મુદ્દામાલ કબજે કરી શિહોરી પોલીસ મથકે  એસ.ઓ.જી. પી.એસ.આઇ. બી.ડી. શાહે ફરીયાદી બની ગુનો નોંધતાં શિહોરી પોલીસ પી. એસ.ઓ. એ.એસ. આઇ. જીતુમીયા છેલખાને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.