02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાંથી હજારો લિટર પાણીનો વેડફાટ

દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાંથી હજારો લિટર પાણીનો વેડફાટ   04/08/2018

 દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાંથી હજારો લિટર પાણીનો વેડફાટ
 
 
પ્રતિ. દાંતીવાડા
એક બાજું બનાસકાંઠામાં મેઘરાજાની મહેર વરસતી નથી જેને લઈને પીવાના પાણીના પોકારો ઉઠ્યા છે. બીજી બાજુ તંત્રની બેદરકારીથી દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે દાંતીવાડાના અમુક ગામોમાં એક પછી એક પાઈપમાં લીકેજ ક્યાંક સમ્યમાં ભંગાણ હોવા છતાં પણ દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાંથી ઘોઘ સ્વરૂપે હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું  છે. ભર ચોમાસે મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે. જેનાથી દુષ્કાળની ભીતી સેવાઈ રહી છે. દાંતીવાડા તેમજ આજુબાજુના સાઈઠ ગામોને જૂથ યોજના દ્વારા પાણી પીવા માટે પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાંથી જરૂરીયાત વગર હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેથી પાણીનો ખતરો ઝળુંબી રહ્યો છે.
દાંતીવાડા ડેમના મુખ્ય કેનાલમાંથી હજારો લિટર પાણી બહાર વહી રહ્યું છે. ત્યારે ડેમના સત્તાધીશો આ બાબતે તપાસ કરી મુખ્ય કેનાલમાંથી વેડફાતુ પાણી બચાવે તે સમયનો  તકાજા છે.

Tags :