પ્રાંતિજ તાલુકામાં પ્રથમ તબક્કામાં ૪૦ ગામોમાં રથનું પરીભ્રમણ

લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રતિમાના અનાવરણ સાથે લોકોમાં એક્તા અને અંખડીતાનો સંદેશ પંહોચાડવા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એક્તા રથયાત્રાનું પરીભમ્રણ થઇ રહયુ છે. જેમાં જેમાં પ્રથમ તબક્કાના અંતિમ દિવસ સુધી પ્રાંતિજ તાલુકાના ૪૦ ગામોમાં રથનું પરીભ્રમણ કર્યુ હતું.  
જેમાં અંતિમ દિવસે પ્રાંતિજ તાલુકાના રસુલપુર, સલાલ, દલપુર, કાટવાડ, મોરવાડ, મોયદ, સાંપડ, ગેડ અને પીલુદ્રા ગામે રથે પરીભમ્રણ કર્યુ હતું.  જયાં ગ્રામજનોએ રથને ભવ્ય આવકાર આપ્યો હતો.  રથના પરીભ્રમણ દરમિયાન સરદાર સાહેબના વ્યક્તિત્વ ઓળખવા, તેમની રાષ્ટ્રભક્તિ અને જીવન ઘડતરના સંદેશાના વ્યાપક પ્રચાર-પ્રસાર થકી એકતાનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના આશયથી પ્રારંભાયેલી આ એકતા યાત્રામાં ગામોમાં સાહિત્ય વિતરણ અને સરદાર સાહેબના જીવન કવન વિશેની લઘુ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.  પ્રાંતિજ તાલુકાના જુદા જુદા ગામોમાં યોજાયેલી એકતા રથયાત્રામાં ગ્રામ્ય વિસ્તારના જિલ્લા-તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારના જિલ્લા-તાલુકાના સદરસ્યઓ સાથેના પદાધિકારી ઓ, અધિકારી ઓ, ગામ આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.