02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ જિલ્લાની વિવિધ કચેરીઓમા પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવાયા

પાટણ જિલ્લાની વિવિધ કચેરીઓમા પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવાયા   22/03/2019

પાટણ આજે પરિસ્થિતી બદલાઇ રહી છે અને શહેરી વિસ્તારમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે ત્યારે ગ્લોબલ વોર્મગના જમાનામાં અત્યારે પર્યાવરણ જતન માટે ભાર આપવામાં આવી રહ્યો છે. 
લોક સેવાને વરેલા એવા જીલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા થકી  જીલ્લામાં વર્ગ-૧ અને ૨ ના અધિકારીશ્રીઓએ ભેગા મળી ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને તેના હેતુઓને સાર્થક કરતા વિવિધ પ્રવૃતિ કરવામાં આવી રહી છે અને સમાજને પ્રેરણાદાયક કાર્યક્રમના ભાગરુપે  પર્યાવરણ જતન માટેના  હકારાત્મક અભિગમને સાર્થક કરવા કલેક્ટર આનંદ પટેલની પ્રેરણાથી ગવન્મેંટ ઓફિસર્સ એન્ડ ચેરિટેબલ ક્લબના અધિકારીશ્રીઓ દ્વારા આજે ૨૦ મી માર્ચ ના રોજ  વિશ્વ ચકલી દિવસે પાટણ જિલ્લાની વિવિધ કચેરીઓમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.   આ તબક્કે જીલ્લા કલેક્ટર આનંદ પટેલે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા અને પક્ષીઓના માળા જાતે હાજર રહી લગાવી અને પર્યાવરણ જતન માટે પ્રેરણા પુરી પાડી હતી. આ તબક્કે તેઓશ્રીએ ઝડપથી બદલાતા ટેકનોલોજી ના યુગમાં માનસિક તણાવ દુર કરવા માટે પર્યાવરણ જતન માટેની નાની નાની પ્રવૃતિઓ મહત્વ ધરાવે છે તેમ જણાવ્યું હતું અને અને સમગ્ર વર્ષ  દરમિયાન કુંડામાં નિયમિત પાણી ભરવા જે તે કચેરીના  અધિકારી અને કર્મચારીને સ્વેચ્છાએ સેવાભાવી કામ કરવા જવાબદારી સોંપી હતી. 
ઓફિસર્સ ક્લબના અધિકારીશ્રીઓ દ્વારા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, ખેતીવાડી કચેરી, ખેડુત તાલીમ કેંદ્ર, જિલ્લા આયોજન કચેરી, વન વિભાગની કચેરી, ગ્રામ વિકાસ એજન્સીની કચેરી, જિલ્લા પંચાયત ક્વાર્ટર સહિત વિવિધ કચેરીઓમાં ૧૦૦ જેટલા કુંડા અને ૫૦ જેટલા પક્ષીઓના માળા વૃક્ષો ઉપર સલામત જગ્યાએ લગાવવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ડીઆરડીએના નિયામક ડી.એલ.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.એન.ચૌહાણ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.પી.પટેલ, જિલ્લા ઉધોગ કેંદ્રના શ્રી એસ.વી.સોલંકી, જિલ્લા આયોજન અધિકારીશ્રી હિતેશ શુક્લા, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઇ પટેલ, નાયબ ખેતી નિયામકશ્રી ધર્મેશભાઇ પટેલ, ચિટનીશ શ્રી વિધિબેન પટેલ, ડીઝાસ્ટર મામલતદાર શ્રી એચ.જે.રાવલ, મામલતદાર ચુંટણી ચાર્વીબેન પટેલ  સહિત અધિકારી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રેરણારૂપ કાર્યક્રમ થકી વિવિધ કચેરીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. કલેકટરશ્રીના સમાજસેવી અભિગમને હકારાત્મક આવકાર મળ્યો હતો અને સમાજને એક પ્રેરણા પુરી પાડનાર ઉદાહરણ મળી રહ્યુ છે. 

Tags :