ડીસાવળ પ્રજાપતિ સમાજનો દ્વિતીય સમૂહલગ્ન સમારોહ યોજાયો

ડીસા પંથકમાં વસતા પ્રજાપતિ સમાજે ગત વર્ષથી સમૂહલગ્નની ક્રાંતિકારી પ્રથા અપનાવી ગત વર્ષે ડીસાવળ પ્રજાપતિ સમાજનો પ્રથમ સમૂહલગ્ન સમારોહની સફળ ઉજવણી કર્યા બાદ આ વર્ષે પણ દ્વિતીય સમૂહલગ્ન સમારોહનું સુંદર આયોજન કર્યું હતું. ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળની સમૂહ લગ્ન સમિતિના ઉપક્રમે આજે ગુરુવારે જુનાડીસા નજીક આવેલા જય જોગમાયા કોલ્ડ સ્ટોરેજ સંકુલમાં ખૂબ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલા પ્રજાપતિ સમાજના દ્વિતીય સમૂહલગ્ન સમારોહમાં પ્રજાપતિ સમાજના ૨૩ યુગલોએ એક જ માંડવા નીચે લગ્નગ્રંથિથી જોડાઇ દામ્પત્યજીવનમાં પ્રવેશ કર્યો હતી.આ અવસરે ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્‌યા, ભાજપના બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા ઉપરાંત ગુજરાત માટી કલાકારી બોર્ડના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ,મુખ્ય દાતા જયંતીભાઈ કંબોયા તેમજ અન્ય અગ્રણીઓ અને જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અવસરે લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલોને સુખી દામ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમાજના દાતાઓ દ્વારા નવયુગલોને વિવિધ ભેટસોગાદો પણ અપાઇ હતી. આ પ્રસંગે ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળના પ્રમુખ ઇશ્વરભાઈ ઓઝાએ આ સમારોહની સફળતામાં સહભાગી બનેલા સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.