સુરત ટ્રેલર અને પિકઅપ ગાડીના અકસ્માતમાં એકનું મોત

સુરતઃગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાક્રીમાં સવારે ટ્રેલર-ટ્રક અને પિક અપ ગાડી વચ્ચે ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં પીક અપના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે રસ્તા પર ઉભેલો એક વ્યક્તિ બચી ગયો હતો. એક્સિડન્ટના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં.
 
સાક્રીની રામ હોટેલ નજીક અકસ્માતમાં સર્જયો છે. સીસીટીવીના દ્રશ્યો મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન નિગમની બસ ધુલિયાથી સાક્રી તરફ જઈ રહી હતી. ત્યારે બસ પેસેન્જર માટે ઉભી રહી હતી. ત્યારે ઉભેલી બસને ક્રોસ કરવા જતાં સામેથી આવી રહેલા પિક અપ વાન સાથે ટ્રેલર અથડાયું હતું. ધડાકાભેર સર્જાયેલા એક્સિડન્ટમાં પિક અપ વાનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે સાક્રી પોલીસ તપાસ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.