રાયબરેલીમાં ટ્રેન દુર્ઘટના : ૫નાં મોત: રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરાઈ

 
 લખનૌ  ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં સવારે રેલ દૂર્ઘટના ઘટી છે. રાયબરેલીની પાસે હરચંદપુરમાં ન્યૂ ફરક્કા એકસપ્રેસના ૫ ડબ્બાઓ પાટા પરથી ખડી પડ્યા છે. આ દૂર્ઘટનામાં ૫ લોકોનાં  મોત નિપજયાં  હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. દૂર્ઘટનાની જાણ થતાં સ્થાનિક ડીએમ અને અન્ય અધિકારીઓ પહોંચી ગયા છે. રાહત તેમજ બચાવ  કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાયબરેલી યૂપીએના ચેરપર્સન સોનિયા   ગાંધીનો મતવિસ્તાર છે. એક મળતા અહેવાલ મૂજબ આ ટ્રેન માલદાથી  નવી દિલ્હી તરફ જઇ રહી હતી. ત્યારે એન્જિન સહિત ૬ ડબ્બાઓ પાટા પરથી ખડી પડ્યા હતા. આ ટ્રેન હચદંપુર સ્ટેશનથી ૫૦ મીટર દૂર જ પાટા પરથી ઉતરી  ગઇ છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંપૂર્ણ દૂર્ઘટના અંગેની જાણકારી મગાવી છે અને ઇજાગ્રસ્તોને ત્વરીત મદદના આદેશ આપ્યાં છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.