02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / દેશવાસીઓના અતૂટ પ્રેમે કઠોર નિર્ણયોની હિંમત આપી : મોદી

દેશવાસીઓના અતૂટ પ્રેમે કઠોર નિર્ણયોની હિંમત આપી : મોદી   19/04/2019

અમરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર જારી રાખ્યો હતો. ગુજરાતમાં આજે અમરેલી ખાતે જાહેરસભાને સંબોધી હતી. મોદીએ સભામાં ઉપÂસ્થત વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી સંત બાબા બજરંગ દાસની છે. સૌરાષ્ટ્રની ધરતી સીતારામ બાપાની છે. ધરતી ઉપરથી સૌના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ભારતે છેલ્લા ૫૫ વર્ષમાં એક જ પરિવારશાહી જાઈ છે. એક પરિવારતંત્રને જાયું છે. દેશમાં કોઇએ પણ સપનામાં પણ ખ્યાલ આવ્યો ન હતો કે, એક સામાન્ય માનવી દેશમાં શાસન કરી શકે છે. આ ગુજ્જુ ચાવાળો કેવીરીતે સમગ્ર ભારતને સાચી દિશા બતાવી શકશે. પાછલા પાંચ વર્ષમાં અનેક કઠોર નિર્ણયો કરવામાં આવ્યા છે. ગરીબાઈ અને ગરીબની જિંદગીનો ખ્યાલ પણ રાખ્યો છે. દુનિયાની મોટામોટી તાકાત સામે મોટી તાકાત સાથે સામી છાતીએ ઉભો રહ્યો છે. ડોકલામ વિવાદ વખતે ૭૦-૭૫ દિવસ ભારત-ચીનની સેના આમને સામને હતી ત્યારે સમગ્ર દેશમાંથી દેશની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરતા સંદેશા મળતા હતા પરંતુ ગુજરાત એકમાત્ર રાજ્ય હતું જ્યાંથી આરપારની લડાઈ લડી લેવાના સંદેશા મળી રહ્યા હતા જેના કારણે સાહસ અને પ્રતિસાદ આપવાની ઇચ્છા પણ વધી ગઈ હતી.

Tags :