02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બનાસકાંઠા બેઠક ઉપર ટિકિટ ના મળેતો ભાજપના આ દિગ્ગજ નેતા કાઇક નવા જૂની કરે તેવા એધાણ

બનાસકાંઠા બેઠક ઉપર ટિકિટ ના મળેતો ભાજપના આ દિગ્ગજ નેતા કાઇક નવા જૂની કરે તેવા એધાણ   19/03/2019

 
 
બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા નક્કી કરાયેલ પેનલમાં ટીકીટની માંગણી કરી રહેલા લીલાધરભાઈ વાઘેલા કે તેમના પરિવારમાંથી કોઈનું નામ ના આવતા તેઓમાં નારાજગી છવાઈ છે અને પરિવારનો કોઈ સભ્ય કદાચ અપક્ષમાંથી  ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. 
જીલ્લામાં બહુમતિ ધરાવતા ઠાકોર સમાજના સહારે વર્ષો સુધી ડીસા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ બાદ ભાજપમાં જાડાઈને એકચક્રી શાસન ચલાવનાર લીલાધરભાઈ વાઘેલાની સત્તા લાલશા નવાઈની વાત રહી નથી. તેમની આપ ખુદ શાહી સામે ખુદ ઠાકોર સમાજના અગોવાનો બંડ પોકારી ચુક્યા છે. તેમ છતાં સમાજની પણ અવગણના કરતા લીલધરભાઈ વાઘેલાનો પાકટ વયે પુત્ર પ્રેમ પણ પ્રકાશમાંં આવી ગયો છે. ગત વિધાનસભાની ચુંટણીમાં પુત્રને ટીકીટ ફાળવવા ભારે ધમપછાડા કરવા છતાં તેમની અને તેમના પરિવારની સત્તાથી નજીક રહેવાની લાલસાને પારખી ગયેલ મોવડી મંડળે મચક આપી નહતી. પરંતુ હવે લોકસભાની ચૂંટણી જાહેર થતા જ તેઓ ફરી મેદાનમાં આવી ગયા છે. તેમને નહીં તો પુત્રને પણ ટીકીટ ફાળવવા તેઓ છેક મુખ્યમંત્રી સમક્ષ ‘ લેટર બોંબ’ ફેંકી ચુક્યા છે પણ બનાસકાંઠા કે પાટણ લોકસભાની ઉમેદવારોની પેનલ યાદીમાં તેમનું કે તેમના પરિવારનું નામ નથી. તેથી રઘવાયેલા બનેલા લીલાધર વાઘેલા બળવો કરી ‘હું મરૂ પણ તને રાંડ કરૂ’ ઉÂક્ત મુજબ કદાચ અપક્ષ દાવેદારી નોંધાવી ભાજપને નુક્શાન કરાવે તેવા વર્તારા રાજકીય ગલીયારીઓમાં સાંભળવા મળી રહ્યાં છે. 
 

Tags :