બનાસકાંઠાના આ ગામમાં પરિણીત પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને ગામ લોકોએ ધોલાઈ બાદ જાહેરમાં મુંડન કર્યું

 લાખણી તાલુકાના અસાસણ ગામમાં એક યુવકને ગામ લોકોએ તાલિબાની સજા આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવક અસાસણ ગામમાં તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે રાત્રે પહોંચ્યો હતો. આ વાતની જાણ ગામના લોકોને થતાં યુવકને ઝડપીને તેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, યુવકના વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.
 
મળતી માહિતી પ્રમાણે યુવક તેના ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની જાણ થતાં જ ગામ લોકોએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. જે બાદ ગામ લોકોએ તેને માર માર્યો હતો. બાદમાં એક યુવકે બ્લેડ વડે યુવકનું મુંડન કરી નાખ્યું હતું. આ દરમિયાન યુવકને માથામાં બ્લેડ પણ વાગી હતી. જે બાદમાં યુવકનું માથું ધૂળથી ભરી દેવામાં આવ્યું હતું. આટલું પૂરતું ન હોય તેમ ગામના કેટલાક યુવકોએ આ અંગેની વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.યુવક ભાભર તાલુકાનો સનેસડા ગામનો હોવાનું માલુમ પડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામમાં અગાઉ પણ આ પ્રકારનો બનાવો બન્યો હતો. જેમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને બાંધીને માર મારવામાં આવ્યો હતો તેમજ તેની મૂછો મુંડી નાખવામાં આવી હતી.
 
આ ઘટના સોમવારે રાત્રે બની હતી. મંગળવાર બપોર સુધી આ મામલે કોઈ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. યુવકની ભાળ મળ્યા બાદ તેને માર મારનાર તેમજ તેનું મુંડન કરનાર લોકોની વિગતો મેળવવામાં આવશે. જોકે, આ ઘટનામાં 20 કલાક પછી પણ ફરિયાદ દાખલ કરવામાં ન આવતા એવું લાગી રહ્યું છે કે યુવક અને તેનો પરિવાર ભયના ઓથાર હેઠળ હોવાથી પોલીસ સમક્ષ નથી આવી રહ્યો.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.