પાલનપુર કલેકટર કચેરી ખાતે ઈવીએમનું નિદર્શન યોજાયું

 
 
 
 
 
 
                             લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેર થવાની આડે હવે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણીને લઈને સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા મતદારો અને ઈવીએમનું નિદર્શન કલેકટર કચેરી ખાતે ચુંટણી વિભાગ દ્વારા રાખવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે કલેકટર દ્વારા અનુરોધ કરાયો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પહેલા હજુ નવા મતદારો નોંધવાની કામગીરી ચાલુ છે. વિધાનસભા ચૂંટણી બાદ અત્યારે ૧ લાખથી વધુ નવા મતદારોનો ઉમેરો થયો છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨૨૧૭૯૧૩ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર તમામ બુથની સંખ્યાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં લોકો મતદાન મથક સુધી પહોંચે તે માટે ખાસ તકેદારી ચૂંટણી વિભાગ કરી રહ્યું છે. હજુ મતદાર નોંધણી કાર્યક્રમ ચાલુ છે. જેથી યુવા મતદારો હજુ પોતાના નામની નોંધણી કરાવી શકે છે. કલેકટર ઓફિસ માં ખાસ ઈવીએમ નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેથી મતદારો તેને સમજી શકે. સાથે  લોકસભાની ચૂંટણી માં જ્યા મતદારો પ્રમાણે બુથની જરૂર છે ત્યા બુથ ઉભા કરવા આયોગમાં દરખાસ્ત કરાઇ છે. અને મતદાન અંગે લોકોમા જાગૃતિ આવે તે માટે મતદાર જાગૃતિ રથ સહીત જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જોકે સામાન્ય રીતે સ્ત્રી પુરૂષ અને અન્ય મતદારોની સંખ્યા જાહેર કરાય છે. જ્યારે લોકસભાની ચુંટણીમા પ્રથમવાર જીલ્લાના દિવ્યાંગ મતદારોની સંખ્યા જાહેર કરાય છે.
બનાસકાંઠામાં લોકસભાની ચુંટણી પારદર્શક અને તટસ્થ રીતે યોજાય તેમજ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેવા પ્રયત્નો જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું કલેકટર સંદિપ સાંગલેએ જણાવ્યુ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.