02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / દીવથી પરત ફરી રહેલા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 2ના મોત 5 ઘાયલ

દીવથી પરત ફરી રહેલા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 2ના મોત 5 ઘાયલ   06/08/2018

ભાવનગર રોડ પર દીવથી ફરી મહુવા પરત જતા 7 મિત્રોની કાર ઉનાના વ્યાજપુર રોડ પર આવેલી હોટલ નજીક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 5ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેની હાલત ગંભીર જણાવતા વધુ સારવાર અર્થે મહુવા ખસેડાયા હતા. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
 
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર મહુવા રહેતા મેહુલ આહીર, જીતુ સોલંકી, રાહુલ ભીલ, અમૃત ચૌહાણ, હિમાંશુ ત્રિવેદી, ચિરાગ પરમાર, મહેશ મકવાણા સહિતના મિત્રો દીવ ફરવા માટે ગયા હતા. દીવથી મહુવા પરત ફરી રહેલા મિત્રોની ગાડીનું ઉના- ભાવનગર કોસ્ટલ હાઇવે પર વ્યાજપુર ખાતે કારના ચાલકે કાબૂ ગુમાવતા વીજપોલ સાથે ધડાકેભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
 
આ ઘટનામાં ચિરાગ નાનજીભાઇ પરમાર અને મહેશ મગનભાઇ મકવાણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે અકસ્માક એટલો ભયંકર હતો કે કારમાં બેઠેલા સાતેય મિત્રો ગાડીમાં ફસાઇ ગયા હતા. કારમાંથી તેમને કાઢવામાં પોલીસ અને સ્થાનિક લોકોએ મહામુસિબતે તમામને બહાર કાઢ્યા હતા. અકસ્માતે મૃત્યુ પામનાર બે યુવાનો પૈકી એકનું શરીર દરવાજામાં ફસાઇ ગયું હતું. જેના કારણે તેનું માથુ ધડથી અલગ જ થઇ ગયું હતું.

Tags :