02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / રાધનપુર તાલુકાના શબ્દલપુરામાં ત્રીજીવાર નર્મદાની કેનાલ તૂટતાં વ્યાપક નુકશાન

રાધનપુર તાલુકાના શબ્દલપુરામાં ત્રીજીવાર નર્મદાની કેનાલ તૂટતાં વ્યાપક નુકશાન   03/10/2018

 
 
 
 
                                    રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે નર્મદા યોજનાની કેનાલ ત્રીજીવાર તૂટ્યા બાદ રીપેર કર્યા વગર જ પાણી છોડતા તૂટેલી કેનાલમાંથી ખેતરોમાં પાણી ઘુસી જતા જુવારના પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.ખેડૂત દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાંય કેનાલ રીપેર ના થતા આ નુકશાન થવા પામ્યું છે. 
બંધવડ થી સાતુન જતી કેનાલમાંથી નજુપુરા સાયફન કેનાલ નીકળે છે. આ કેનાલ અગાઉ શબ્દલપુરા ગામ પાસે  તૂટી જવા પામી હતી. જેમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા,ત્યારબાદ ત્રીજીવાર પણ કેનાલ તૂટી જતા ખેડૂતોએ નર્મદા યોજનાના અધિકારીઓ રીઝવી અને રાઠોડને ફોન અને રૂબરૂમાં અને વાર રજુઆત કરી હતી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર વીરજીભાઈનો નંબર આપવામાં આવ્યો હતો. પરંતુ વીરજીભાઈ ફોન ઉપાડતા નહોતા.

Tags :