02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / બાસ્પા નજીક બોલેરોએ સ્કોર્પિઓને ટક્કર મારતા પિતા અને પુત્રીને ઇજા

બાસ્પા નજીક બોલેરોએ સ્કોર્પિઓને ટક્કર મારતા પિતા અને પુત્રીને ઇજા   26/11/2018

 
 
સમી 
સમી તાલુકાના અને બાસ્પા ગામ વચ્ચે હાઈવે પર ગુરુવારે રાત્રે રાધનપુર તરફથી પુરઝડપે આવી રહેલ બોલેરો ગાડી સામેથી આવી રહેલ સ્કોર્પિયો ગાડી સાથે અથડાઇ પડતાં તેમાં રાધનપુરના પરિવારને અકસ્માત મળ્યો હતો જેમાં બે વ્યક્તિને ઈજાઓ થવાં પામી હતી અકસ્માત બાદ બોલેરો ગાડીનો ચાલક નાસી ગયો હતો. 
રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા દવે ચંદ્રકાંતભાઈ લલ્લુરામભાઈના પરિવારજનો અમદાવાદથી સ્કોર્પિયો ગાડીમાં પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ગુરુવારે મોડી રાત્રે બાસ્પા નજીક બાયોડીઝલ કંપની પેટ્રોલ પંપ નજીક રાધનપુર તરફથી આવતી બોલેરો ગાડીએ સ્કોર્પિઓ (જીજે ૧૭ એન ૭૬૬૧) સાથે અથડાઈ પડી હતી. સ્કોર્પિઓમાં આવી રહેલ પરિવારના ૨ સભ્યોને ઈજાઓ થવા પામી હતી. જેમાં ચંદ્રકાંતભાઈ દવેને બંને પગ ફ્રેક્ચર થયું હતું એમને પાટણ ખાતે ડોક્ટર પ્રજ્ઞેશભાઈ પટેલ દવાખાને ખસેડાયા હતા. જ્યારે એમની દીકરી ક્રિપાલી બેનને કપાળમાં કાચ વાગતાં ઈજાઓ થવાં પામી હતી. આ ઘટના અંગે અજાણ્યા બોલેરો ગાડી ચાલક સામે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. 

Tags :