02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠાના આ ત્રણ નેતાઓના ફોટા વાયરલ થતા રાજકીય ગરમાવો

બનાસકાંઠાના આ ત્રણ નેતાઓના ફોટા વાયરલ થતા રાજકીય ગરમાવો   08/04/2019

લોકસભા ર૦૧૯ ની ચૂંટણી યોજાવાને હવે ગણત્રીના માત્ર ૧પ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીએ ચૂંટણી પ્રચારના એડીચોટીનું જાર લગાવી દીધું છે. જાકે બ.કાં. લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ એક નિર્વિવાદીત ઉમેદવાર તરીકેની છબી ધરાવે છે. તેમનું સમગ્ર જિલ્લામાં અને વાવ-થરાદ બેઠક ઉપર આગવું પ્રભુત્વ છે અને તેઓ હાલમાં રાજય સરકારના મંત્રી પદે કાર્યરત છે.જ્યારે ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલના સારથી બન્યા છે. જેથી ભાજપનું પલ્લું વજનદાર બનતું જાય છે પરંતુ જેમને  કોંગ્રેસ પાર્ટીએ  ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તેવા માવજીભાઈ પટેલને પોતાના તરફ ખેંચવા માટે રાજકીય પક્ષોએ મરણીયા પ્રયાસો જારી કર્યા છે. 
પરંતુ હાલની પરિસ્થિતિ જાતાં માવજીભાઈ પટેલ પાસે મતોનું સંખ્યાબળ છે. જેથી કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીઓએ માવજીભાઈ પટેલને ખેંચવા માટેના સબળ પ્રયાસો હાથ ધરી દેતાં માવજીભાઈ પટેલની બોલ બાલા વધી ગઈ તેવામાં ગતરોજ તા.૭-૪-૧૯ ના રોજ સોશ્યલ મીડીયામાં પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી - માવજીભાઈ પટેલ હોઈ જુની તસવીર વાળો ફોટો ભા.જ.પ.ના કાર્યકર દ્વારા સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો છે અને આગામી તા.૧૪-૪-૧૯ ના રોજ થરાદ મુકામે પધારનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં માવજીભાઈ પટેલ કેશરીયો ખેસ ધારણ કરશે તેવું લખાણ પ્રસિદ્ધ થતાં વાવ-થરાદ વિધાનસભા  બેઠક ઉપર રાજકીય હડકંપ મચી ગયો છે અને કોંગ્રેસ માટે કપરાં ચઢાણ સાબિત થતાં વાવ-થરાદ બેઠક ઉપર ભાજપનો નારો ગુંજી ઉઠયો છે. 
જાકે આ બાબતે માવજીભાઈ પટેલે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નથી પરંતુ લોકમુખે અને રાજકીય વિશ્લેષકોના મુખે સાંભળવા મળતી માહીતી અનુસાર માવજીભાઈ પટેલ પોતાના સમર્થકો અને કાર્યકરોનો મત મેળવી બેઠક યોજી આગળનો નિર્ણય કરશે તેવું જાણવા મળેલ છે પરંતુ એક વાત નક્કી છે કે પરબતભાઈ પટેલ, માવજીભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરીની એકી સાથેની પોસ્ટ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં કોંગ્રેસમાં ભારે હડકંપ મચી જવા પામી છે.

Tags :