ત્રણ જીલ્લાઓમાં ૪૯ ઘરફોડ ચોરી કરનાર રાજસ્થાનની ગેંગ ઝડપાઈ

છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન અરવલ્લી જિલ્લાના ભિલોડા તથા શામળાજી પંથકમાં બનેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા મયંકસિંહ ચાવડા, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, ગાંધી નગરનાઓએ આપેલ સૂચના મુજબ મયુર પાટીલ, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસાના ઓ તરફથી આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એન.કે. રબારી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી મોડાસા તથા કે.એસ. સિસોદીયા, પો.સબ. ઈન્સ. એલ.સી.બી., તથા સ્ટાફના માણસો દ્વારા  વણશોધાયેલ જિલ્લામાં તથા અરવલ્લી જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર તથા ઉદેપુર જિલ્લાઓમાં ખાનગી બાતમીદારો રોકી, ગુન્હાઓ શોધી કાઢવા સારૂ ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી. 
જે આધારે અગાઉ આરોપી મુકેશભાઈ ફતાભાઈ કલાસવા રહે. કાકરાડુગરા, તા. ખેરવાડા જી. ઉદેપુરનાને પકડી પાડેલ અને જેણે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં કુલ -૪૯ ઘરફોડ ચોરીઓ કરેલાની કબુલાત કરેલ હતી. જે ઘરફોડ ચોરીઓના ગુન્હાઓના પકડવાના મુખ્ય સુત્રધાર આરોપી દશરથભાઈ ભેરાજી ડામોર રહે. ખડકાયા તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજસ્થાન) વાળો નાસતો ફરતો હતો. પો.ઈન્સ., એલ.સી.બી.મોડાસાનાઓને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, દશરથભાઈ ભેરાજી ડામોર રહે. ખડકાયા તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજસ્થાન) તથા તેનો સાગરીત પપ્પુભાઈ કાવાભાઈ ડામોર રહે. ડામોર ફળીયુ, ખડકાયા તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજસ્થાન) નાઓ એક બજાજ ડીસ્કવર મો.સા.નં. આર.જે. ૧ર. એસ.એચ. પ૪૭૯ ની ઉપર બેસી તેઓએ કરેલ ચોરીનો મુદ્દામાલ જેમાં ચાંદીના દાગીના જે આજરોજ ખડકાયા, ડબાચા પાટીયા, ટાકાટુકા, ધોલવાણી ત્રણ રસ્તા થઈ ભિલોડા બજારમાં કોઈ સોના- ચાંદીના વેપારીના ત્યાં વેચવા આવવાના હોવાની ચોક્કસ માહિતી મળેલ હતી. જેઓની પાસેથી ચાંદીની લગડીઓ નંગ-પ જે કુલ- ૩ કિલો વજનની જેની કિં.રૂ. ૧,૧૧,૦૦૦/- તથા બજાજ ડિસ્કવર મો.સા.નં.આર.જે. ૧ર  એસ.એચ. પ૪૬૯ ની કિંમત રૂ. રપ,૦૦૦/- ની મળી કુલ કિંમત રૂ. ૧,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ તેઓ પાસેથી મળી આવેલો જેનો કોઈ આધાર કે બિલ પુરાવા નહીં હોવાનુ જણાવેલ. અને જે ચોરીનો મુદ્દામાલ હોવાનું તેઓની પુછપરછ તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે. આથી આ ઈસમોને કુલ કિ.રૂ. ૧,૩૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે અટક કરેલ છે 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.