થરાદના જેતડા મોરીલા રોડ પરથી ચોરેલી આઇશર મિની ટ્રક ઝડપાઇ

 
 
 
                    શુક્રવારની સવારના સુમારે થરાદ ડીસા હાઇવે રોડ પર આવેલા જેતડા ગામના પાટીયેથી જીજે.૧૮.એઝેડ.પ૭૬૪ નંબરની એક શંકાસ્પદ મિની આઇશર ટ્રકે અચાનક ટર્ન મારી ટ્રકને જેતડા રાહ રોડ પર મોરીલાની સીમમાં તરફ ભગાવી હતી. આથી જેતડાના બસસ્ટેશન પર બેઠેલા કેટલાક યુવકોને શંકા જતાં તેમણે કમાન્ડર જીપમાં તેનો પીછો કરી ઓવરટેક કરીને અટકાવી હતી. અને હકિકત જાણીને થરાદ પોલીસને જાણ કરી હતી.આથી મદદનીશ એ.એસ.પી.અજીત રાજ્યાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલા થરાદના પી.આઇ.જેબી આચાર્ય અને સ્ટાફ લલીતકુમાર, ઉમાજી તથા દશરથભાઇની ટીમે તેને ઝડપી લઇ પોલીસમથક લઇ આવ્યા હતા.જ્યાં પુછતાછ કરતાં ચાલકનું નામ ઓમપ્રકાશ ખંગારારામ સુરજરામ વિશ્નોઇ રહે.અંબિકા ગોળીયા ઝાબ, તા.શિતલવાડા જી.ઝાલોર (રાજસ્થાન) હોવાનું અને ગાડીને કલોલની સિંદબાદ હોટલથી ચોરી કર્યાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની સામે સીઆરસીપીસી. કલમ ૪૧(૧) ડી,૧૦૨ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કલોલ પોલીસને જાણ કરી હતી.તેમજ વધુ પુછતાછમાં મુંબઇથી પણ એક આયશર ગાડીની ચોરી કરેલી જેને સિતલવાડા (રાજસ્થાન) પોલીસે પકડેલી હતી. જેમાં પણ આ ચાલકની મદદગારી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઉપરોક્ત ચાલકે કમાન્ડર જીપને ટક્કર મારતાં તેમાં બેઠેલા માણસોને પણ ઇજા થયેલી હોવાનું ચર્ચાસ્પદ 
બન્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.