02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પાટણ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાશે

પાટણ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાશે   30/08/2018

  પાટણ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાશે 
 
 
પાટણ
ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પાટણ ખાતે તા.૩૦ ઓગષ્ટે અભયમ મહિલા સંમેલન યોજાનાર છે. સવારે ૯-૦૦ કલાકે ખોડાભા હોલ, હાંસાપુર ગામ પાસે, પાટણ-ઉંઝા હાઇવે પર યોજા  પાટણ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાશે 
 
નાર આ વિશિષ્ટ સંમેલનમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લી.ના ચેરમેન બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહેનાર છે. આ સંમેલનમાં સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવા ઉપરાંત, આરોગ્ય સેવાઓમાં શ્રેષ્ઠ કામગીરી, ઉચ્ચ શિક્ષણમાં અગ્રતા ક્રમ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરાનાર છે. આ ઉપરાંત ઉજજવલા કીટસનું વિતરણ, ૧૦૦ ટકા શૌચાલય બનાવવાની કામગીરી પૂર્ણ કરનાર મહિલા સરપંચનું સન્માન,ખેતીવાડી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાનું સન્માન, રાજયકક્ષાએ માતા યશોદા એવોર્ડ પ્રાપ્ત કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બહેનોનું સન્માન કરાશે. તેમ પ્રોગ્રામ ઓફિસર આઇ.સી. ડી.એસ.પાટણની યાદીમાં જણાવાયું છે.  

Tags :