રામોલની તોડફોડ મામલે હાર્દિકની સુનાવણી, પોતાના ઘરથી કરસે આમરણાંત ઉપવાસની શરૂઆત

પાટીદાર નેતા હાર્દિક પટેલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી, જો કે અત્યાર સુધી હાર્દિક પટેલને ઉપવાસ માટે કોઈ ચોક્કસ સ્થળની મંજૂરી મળી નથી. તે દરમિયાન હાર્દિકે જણાવ્યું છે કે, હું મારા ઘરેથી જ આમરણાંત ઉપવાસ કરીશ. ગુજરાતમાંથી આવતા લોકો માટે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
 
તમને જણાવી દઈએ કે, આજે અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલી તોડફોડ મામલે સેશન્સ કોર્ટમાં હાર્દિકની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનારી છે. રામોલમાં થયેલી તોડફોડના કેસ મામલે હાર્દિક પટેલની જામીન અરજી સામે સરકારે હાર્દિકની જામીન અરજી રદ કરવાની અરજી કરી છે. હવે જો સેશન્સ કોર્ટ હાર્દિક પટેલની જામીન અરજી રદ કરશે તો હાર્દિક પટેલને જેલમાં જવું પડી શકે છે.
 
આ મામલે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, આજે મારી જામીન અરજી રદ થઈ શકે છે. ઉપવાસ આંદોલન રોકવા માટે ગુજરાત સરકારે મારી જામીન અરજી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. હું રામોલની હદમાં હજી સુધી ગયો નથી, તેમ છતાં સરકારે મારા ઉપવાસ રોકવા ખોટી અરજી કરી છે. પરંતુ અમે ચૂપ નહીં બેસીએ, જેલમાં પણ ખેડૂતો અને અનામત માટે અનિશ્ચિતકાળના ઉપવાસ કરીશું. અમે લડીશું અને જીતીશું. ઇન્કલાબ ઝિંદાબાદ.”
 
આ સિવાય હાર્દિક પટેલે જણાવ્યું છે કે, આજે મારા કેસની સૂનાવણી છે. હું સરકારને ખાતરી આપું છું કે અમે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે રીતે ઉપવાસ કરીશું, અમને પોલીસ પાસે સહયોગની આશા છે. પરંતુ પોલીસ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી.
 
તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલે નિકોલ કે કોઈ અન્ય વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી ન મળ્યા બાદ પોતાને ઘરે જ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. જોકે, બાદમાં ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળીને હાર્દિકને ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.