અમીરગઢ આરટીઓ નજીક ચાલતી ટ્રકમાં આગ લાગતા દોડધામ

બનાસકાંઠાના અમીરગઢ આરટીઓ નજીક આજે વહેલી સવારે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી કોલસા ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ લગતા દોડધામ મચી ગઈ હતી. પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને અન્ય વાહન ચાલકોમાં અફડા તફડી વ્યાપી ગઈ હતી. સાથે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ આગની ઘટનામાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.    

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.