02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુનિલ અરોરા :2જી ડિસેમ્બરે ચાર્જ સંભાળશે

નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુનિલ અરોરા :2જી ડિસેમ્બરે ચાર્જ સંભાળશે   27/11/2018

 

                     રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સુનિલ અરોરાની નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ નિવૃત્ત થવા જઈ રહેલા વર્તમાન મુખ્ય ચૂંટણી   કમિશનર ઓ.પી. રાવતનું સ્થાન લશે. સુનિલ અરોરા 2 ડિસેમ્બરના રોજ ચાર્જ સંભાળશે.  વર્તમાન ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે ચૂંટણી  પદ્ધતિમાં VVPAT મશીનનું અમલીકરણ લાગુ કરાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક વોટિંગ  મશીન(EVM) સામે ફરિયાદો ઊભી થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું  હતું. આ સાથે જ તેમણે ફેક ન્યૂઝ પણ બંધ કરાવ્યા હતા, કેમ કે તેની સીધી અસર ચૂંટણી પ્રક્રિયા ઉપર પડતી હતી.  આ સાથે જ નિવૃત્ત થઈ રહેલા ચૂંટણી કમિશનરે એ બાબતની પણ સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી એક સાથે યોજવી શક્ય નથી. તેના માટે પહેલાં એક વ્યવસ્થિત માળખું  તૈયાર કરવું પડશે. 

Tags :