શંખલપુર ગામની પ્લાસ્ટીક મુÂક્ત માટે પ્રેરક પહેલ

ચાણસ્મા : મહેસાણા જીલ્લામાં સ્વચ્છતામાં મોડેલ વિલેજ શંખલપુર ગામે ગાંધી જ્યંતિ નિમિત્તે એક કદમ સ્વચ્છતા કી ઓર અંતર્ગત ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા નવી પહેલ કરી છે. જેના પ્રથમ ચરણમાં અગતરોજ ગ્રામપંચાયત દ્વારા તમામ ૧૮૦૦ ઘરદીઠ કાપડની બેગનું વિતરણ કરાયું હતું. પર્યાવરણનું સૌથી મોટું દુશ્મન પ્લાસ્ટીકને ગામવટો આપવાની નેમ સાથે શંખલપુર ગ્રામપંચાયત દ્વારા બુધવારે  સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મ જ્યંતિથી ગામને પ્લાસ્ટીક મુક્ત ગામ બનાવવા અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ગ્રામજનોને કાપડની બેગોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ટોડા માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, સરપંચ ભીખીબેન પટેલ, પરેશ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય દશરથભાઈ રાવળ, પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ  સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ઉત્તર પ્રદેશના જનપદ જીલ્લાના મહિલા સરપંચો ઉપÂસ્થત રહ્યા હતા. આ બંને શાળાના બાળકો દ્વારા ગામમાં પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવોના નારા સાથે સ્વચ્છતા રેલી કાઠવામાં આવી હતી. બાદમાં પ્લાસ્ટીક નહીં વાપરવાના સૌએ શપથ લીધા હતા.
ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગ્રામ પંચાયત દ્વારા ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા ઘર દીઠ કાપડની થેલીનું વિતરણ કરાયું છે. જેનાથી બહેનો શાકભાજી સહિતની ખરીદી માટે આ થેલીનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત શંખલપુર બહુચર માતાજીનું આદ્યસ્થાનક હોઈ શ્રદ્ધાળુઓ દ્વારા પ્લાસ્ટીકનો કચરો ઉત્પન્ન થતો હોય છે. જે ન થાય તે માટે સ્થાનિક  દુકાનોમાં જ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા વેપારીઓને સંમત કરાયા છે. જેમાં ગ્રા.પં.ની ટીમ દ્વારા આકÂસ્મક તપાસ કરવામાં આવશે, પ્લાસ્ટીક જણાશે તો દંડકીય કાર્યવાહી કરાશે તેમ તલાટી બકાભાઈ જાશીએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.