વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમરણાંત ઉપવાસ

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવી છે. માંડલા ગામમાં સરપંચ દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે અમરણાંત ઉપવાસ આદરતા ચકચાર મચી જવા પામી છે.
 
બનાસકાંઠા જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મશાજી નથુજી ઠાકોરને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની ફરજ પડી છે. પૂર્વ ઉપપ્રમુખે પોતાના ગામ માંડલામાં સરપંચ દ્વારા રોડ, શૌચાલય સહિતના વિકાસના કામોમાં થયેલી ગેરરીતિઓની તપાસની માંગ કરી હતી. જોકે, મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ થયેલી રજુઆત બાદ પણ પરિણામ ન મળતા તેઓએ આમરણાંત ઉપવાસ આંદોલન આદર્યું છે.
 
જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે અગાઉ પણ ગૌચરના મુદ્દે ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરથી મુખ્યમંત્રી સુધી રજુઆત કરી આત્મ વિલોપનની ચિમકી આપી હોવા છતાં કાર્યવાહી નહી થતા હવે તેઓએ આમરણાંત ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.