બનાસ બેંકની થરા શાખાના મેનેજરનું ડેન્ગ્યુથી મોત નિપજતાં લોકોમાં ફફડાટ

થરા : બનાસકાંઠા જીલ્લાના પશ્ચીમ વિસ્તારના કાંકરેજ તાલુકાના થરા - વડા સહીતના ટોટાણા  કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ડેન્ગ્યુ - વાયરલ ફીવરનો ભારે પ્રકોપ જાવા મળી રહ્યો હોવા છતાં સરકારી તંત્ર માહિતી ધુપાવવા પ્રયત્ન કરે છે ને લોકો રોગચાળામાં આર્થિક - શારિરીક માનસિક બરબાદ થઈ રહ્યા છે. કાંકરેજ તાલુકાના થરા નગરપાલીકા વિસ્તારમાં સફાઈ કર્મચારીઓની ફોજ સાધનોથી સજ્જ (એસ.આઈ.) હોવા છતાં સફાઈ થતી નથી ને ખોટા વાઉચરો ખર્ચા થકી સ્વચ્છ નગર બનાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. ઠેરઠેર ગંદકી - ઉકરડા - ગટરો કાદવ કીચડથી ભરપુર છે. ભÂક્તનગર વિતરાગ - નવકાર - પાવાપુરી સોસાયટી, વિસ્તારોમાં ડેન્ગ્યુ વાયરલ ફીવરનો ભારે પ્રકોપ જાવા મળ્યો છે ગઈકાલે થરા બનાસબેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જગમાલભાઈ ડી.પટેલને તાવ આવતા તેમને ડેન્ગ્યુ પોઝીટીવ આવેલ બે - ત્રણ દિવસથી પાટણ ખાનગી હોÂસ્પટલમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે બપોરે અચાનક તબીયત વધુ લથડતાં અમદાવાદ રીફર કર્યા હતા જેઓ અમદાવાદ પહોચે તે પહેલાં જ રસ્તામાં  દમ તોડતાં પરિવારજનો પર આઘાતનાં વાદળો પડ્યા હતા. બનાસબેંક તથા થરા નગરમાં જેમજેમ સમાચાર પ્રસરતા ગયા તેમ લોકો પાલીકાના અણધડ વહીવટ અને સફાઈ બાબતે આક્રોશ કાઢતા જાવા મળ્યા હતા. 
થરા પાલીકા સામે સતંત્રિકમદાસ હોસ્ટેલ સહીત મોટા ભાગના વિસ્તારોમાં દબાણોને ગંદકીના ઢગથી મચ્છર - માખીનો ઉપદ્રવ વધ્યો છે. ખુલ્લા ખાધ્ય ખોરાકોને સર્વિસ રોડની ગટરનો ઢાંકણાં ઉચા કરીને જાવામાં આવે તો હજુ દીવાળી પહેલાં રોગ ચાળો વકરે તેવા સંકેતો છે. સફાઈ કામદારો ક્યાં કોની રાહબરીમાં કામ કસે છે ? વાહનો ક્યાં પેટ્રોલ ડીઝલના ધુમાડા ઉડાવે છે તપાસી કોર્પોરેટર કરતાં કેમ અચકાય છે ? ? ભાજપના એક કોર્પોરેટરે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.