02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણાની મહિલા ઓનલાઇન એકટીવા ખરીદવા જતાં છેતરાઇ

મહેસાણાની મહિલા ઓનલાઇન એકટીવા ખરીદવા જતાં છેતરાઇ   28/03/2019

મહેસાણા શહેરની મહિલાએ ઓનલાઇન એકટીવા ખરીદવા રૂ.૧૫ હજાર પેટીએમથી ચૂકવ્યા બાદ ગઠિયાએ તેનો નંબર બ્લોક કરી છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે છેતરાયેલી મહિલાએ એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. 
મહેસાણામાં ધોબીઘાટ વિસ્તારમાં રહેતાં અપેક્ષાબેન વીકસભાઇ પટેલે તાજેતરમાં ઓનલાઇન સાઇટ પર વેચાણ અર્થે મુકેલું એકટીવા પસંદ આવતાં તેમાં દર્શાવેલા મોબાઇલ નંબર પર વાતચીત કરી હતી. જેમાં સામે છેડે પોતે સીઆઇએસએફમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી પોતાનું એકટીવા રૂ.૩૦ હજારમાં વેચાણ આપવાનું હોવાનું કહ્યું હતું. જેમાં એડવાન્સમાં રૂ.૧૫ હજાર અને બાકીના પૈસા ઘરે આવીને તેમનો માણસ લઇ જશે તેમ જણાવ્યું હતું. 
જેને આધારે મહિલાએ જીજે ૦૬ કેસી ૨૬૧૦ નંબરનું એકટીવા ખરીદવા માટે રૂ.૧૫ હજાર નિયત ખાતામાં પેટીએમથી મોકલી આપ્યા હતા. પરંતુ નાણાં મળતાંની સાથે જ ગઠિયાએ મોબાઇલ નંબર બદલી નાખી મહિલાનો નંબર બ્લોક કરી દીધો હતો. 
છેતરાયેલી મહિલાના પતિએ પુનઃ ઓનલાઇન શોપિંગમાં વેબસાઇટ પર જતાં આ નંબરનું એકટીવા રૂ.૨૮ હજારમાં વેચાણ અર્થે મૂક્યાનું જોઇ ચોંકી ગયા હતા અને બીજા મોબાઇલ નંબર પરથી તે ખરીદવાની ચર્ચા વચ્ચે મહિલાએ એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, 
આ શખ્સે પોતે આર્મીમેન હોવાનો વિશ્વાસ આપવા આધારકાર્ડ મૂક્યું હતું. 

Tags :