02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમદાવાદના આંગણે આત્મોદ્વારનો પાંચ દિવસીય મહામહોત્સવ

અમદાવાદના આંગણે આત્મોદ્વારનો પાંચ દિવસીય મહામહોત્સવ   15/05/2019

અમદાવાદ : ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા રિવરફ્રન્ટ ખાતે વલ્લભસદન પાસે ૧૯ મેથી ૨૩ મે સુધી સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં૧૯ દીક્ષાર્થીઓ દીક્ષા લેશે. આ મહોત્સવમાં ૭ દીક્ષાર્થીઓ અમદાવાદ અને ૭ સુરતના છે. જેમાં શહેરના એકજ પરિવાર માંથી ૬ લોકો એક સાથે દીક્ષા લેશે. પહેલીવાર એક સાથે ત્રણ જોડી આ રીતે દીક્ષા લેશે. આર્મીમાં ભરતી થનારી યુવતી પણ દીક્ષા લેશે.
શ્રી સૌધર્મ બૃહદ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘમાં આ.ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાટ પરંપરાએ આ. પુણ્યસમ્રાટ જયંતસેનસૂરિશ્વરજી મ.સા.ના પટ્ટધર આ.નિત્યસેનસૂરિશ્વરજી મ.સા., આ.ભ. જયરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા મહોત્સવ ઊજવાશે. બે વર્ષ પહેલા આત્મોદ્ધાર નામથી થરાદમાં ૨૫ દીક્ષા ત્યાર બાદ પાલિતણામાં ૧૦ દીક્ષા અને આત્મોદ્ધાર -૩માં અમદાવાદમાં ૧૯ દીક્ષાર્થીઓ દીક્ષા લેશે.અમદાવાદના આંગણે આત્મોદ્ધારના પંચદિવસીય મહામહોત્સવના પ્રથમ દિવસે વૈશાખ વદ -૧ રવિવાર તા. ૧૯ મે, ર૦૧૯ સવારે ૬ઃ૦૦ કલાકે મહા માંગલિક નવ સ્મરણ વંદના સવારે ૮ઃ૦૦ કલાકે પૂજ્ય ગચ્છાધિપતિ તથા પૂજ્ય આચાર્ય શ્રી સહિત વિશાળ શ્રમણ-શ્રમણી સમુદાય તેમજ મુમુક્ષુઓનો રાજનગર શ્રી સંઘના આંગણે હાથીખાના ગુરુમંદિરથી ભવ્ય પ્રવેશ સવારે ૮ઃ૩૦ કલાકેઃશ્રી સંઘ નવકારશી સ્થળઃ સરદાર પટેલ સેવા સમાજ, નવરંગપુરા સવારે ૯ઃ૩૦ કલાકે પૂજ્ય ગચ્છાધિપતિશ્રીનું માંગલિક તથા રથયાત્રાની ઉછામણી બપોરે ૧રઃ૩૯ કલાકે વિÎનનાશક શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સાંજે ૭ઃ૦૦ કલાકે મુમુક્ષુ સંગે જિનાલય જુહારીએ પાલડી ગુરુમંદિર જિનાલય થઈ, ચિંતામણી જિનાલય થઈ સરદાર પટેલ સેવા સમાજ હોલ પધારશે.
દ્વિતિય દિવસ વૈશાખ વદ-ર સોમવાર તા. ર૦ મે,ર૦૧૯ સવારે પઃ૩૦કલાકે મહામાંગલિક નવ સ્મરણ વંદના સવારે ૬ઃ૩૦ કલાકે પૂ.આ. શ્રી ધનચંન્દ્રસુરી મહારાજાની અદ્ધિતીય રચના- અષ્ટપ્રવચનમાતા મહાપુજન બપોરે રઃ૦૦ કલાકે કેસર છાંટણા સાંજે ૭ઃ૦૦ કલાકે મુમુક્ષુઓની રાજપથ પર રાજસવારી મીઠાખળી જિનાલય-ગુરુમંદિર થઈ મુમુક્ષુઓ રાજપથ પર સરદાર પટેલ સેવા સમાજ હોલ પધારશે.
તૃતિય દિવસ વૈશાખ વદ-૩ મંગળવાર તા. ર૧ મે, ર૦૧૯ના રોજ સવારે પઃ૩૦ કલાકે મહામાંગલિક નવ સ્મરણ વંદના સવારે ૬ઃ૧પ કલાકે મુમુક્ષુની છાબ વધામણાંનો કાર્યક્રમ બપોરે ૧ઃ૩૦ કલાકે શ્રી રાજેન્દ્રસુરી અષ્ટપ્રકારી મહાપુજા બપોરે રઃ૩૦ કલાકે અદભુત ત્રિવિભાગીય દાનશાળા સાંજે ૭ઃ૩૦ કલાકે પ.પૂ.ગુરૂદેવ શ્રી જયન્તસેન સુરીશ્વરજી મહારાજાના સમુદાયના રપ૦ થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોના રત્નદાતા માતા-પિતાઓના વધામણાં-સત્કાર વલ્લભ સદન રિવરફ્રન્ટ, આશ્રમ રોડ.
ચતુર્થ દિવસ વૈશાખ વદ-૪ બુધવાર તા. રર મે, ર૦૧૯ના રોજ  સવારે પઃ૩૦ કલાકે મહામાંગલિક નવ સ્મરણ વંદના સવારે ૬ઃ૦૦ કલાકે ભવ્યાતિભવ્ય રથયાત્રા બપોરે ૧રઃ૦૦ કલાકે શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય બપોરે ૪ઃ૦૦ કલાકે મુમુક્ષુઓનું અંતિમ વાયણું સાંજે પઃ૩૦ કલાકે શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય સાંજે ૬ઃ૩૦ કલાકે વિજયયાત્રા સાંજે ૭ઃ૩૦ કલાકે ભવ્યાતિભવ્ય ભાવ પૂજા ઉત્સવ અને ર૩-પ-ર૦૧૯, વૈશાખ વદ પ ગુરુવારના રોજ સવારે ૪ વાગે દીક્ષા વિધિ પ્રારંભ સવારે ૭ઃ૩૦ કલાકે ઉપકરણ ઉછામળી સવારે ૮ઃ૦૦ કલાકે શ્રી સંઘ નવકારશી બપોરે ૧ર કલાકે શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય થશે.
દીક્ષા મહોત્સવમાં સાત સુરતના અને ૭ અમદાવાદના છે. સુરતના માતા-પુત્રની અને બે બહેનોની જોડી છે. સુરતના મીનાબેન હસમુખભાઇ મોરખિયા(માતા) અને સંયમ હસમુખભાઇ મોરખિયા(પુત્ર)ની જોડી અને મોક્ષાલી તથા વૈરાગી (બંને બહેનો)ની જોડી છે. તેમ જ અમદાવાદના ભરતભાઇ બલ્લુનો પુત્ર વિશેષ(ભાઇ) અને તેમની પુત્રી મીલુબેન(બહેન) એટલે કે ભાઈ- બહેનની જોડી પણ દીક્ષા ધારણ કરશે.

Tags :