02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / જાહેર ભરણામાં હિસ્સો વેચીને પીઇ/વીસીએ રૂ. ૨૯૮૭ કરોડ મેળવ્યાં

જાહેર ભરણામાં હિસ્સો વેચીને પીઇ/વીસીએ રૂ. ૨૯૮૭ કરોડ મેળવ્યાં   23/01/2019

 
 
 
 
 
 
 
 
                   પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ) અને વેન્ચર કેપિટલ્સ (વીસી) ઇન્વેસ્ટર્સ માટે વિતેલા કેટલાંક વર્ષાેમાં કંપનીમાંથી એક્ઝિટ માટે ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ/ જાહેર ભરણું) એક સાનુકુળ અને સરળ માર્ગ હતો. જો કે વર્ષ ૨૦૧૮ દરમિયાન પ્રાઇવેટ ઇક્વિટીમાં આઇપીઓ મારફતે રોકાણકારોમાંથી એક્ઝિટનું આકર્ષણ ઘટયું હોય તેમ આવી પ્રવૃત્તિમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.ર્ષ ૨૦૧૭માં ઇક્વિટી માર્કેટ દ્વારા એક્ત્ર કરાયેલા કુલ ભંડોળમાંથી ૮૨ ટકા રકમ અને વર્ષ ૨૦૧૬માં ૬૫ ટકા મેળવી હતી. વર્ષ ૨૦૧૮માં ૨૪ આઇપીઓ ઇશ્યૂ મારફતે કંપનીઓએ મૂડીબજારમાંથી રૂ. ૩૦,૯૫૯ કરોડ એક્ત્ર કર્યાં છે જ્યારે વર્ષ ૨૦૧૭માં રૂ. ૬૭,૧૪૭.૪ કરોડ મેળવ્યા હતા.
 
 
                    ઘણા અગ્રણી પીઇ/વીસી ઇન્વેસ્ટર્સ જેવા કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પાેરેશન, જીટીઆઇ કેપિટલ બેટા, કેદારા કેપિટલ, આઇડીજી વેન્ચર્સ ઇન્ડિયા, એસએપી વી (મોરેશિયસ) અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેવા ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સવસિસે આઇપીઓ રૂટ હેઠળ હોલ્ડિંગ વેચીને નફો ગાંઠે બાંધ્યો છે.
 
 
 

Tags :