02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / લો ગાર્ડન વિસ્તારમાં બીબીસી ટાવરમાં આગ લાગતાં નાસભાગ

લો ગાર્ડન વિસ્તારમાં બીબીસી ટાવરમાં આગ લાગતાં નાસભાગ   07/08/2018

અમદાવાદ: શહેરના લો ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા બીબીસી ટાવરના આઠમા માળે આજે વહેલી સવારે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મળતી માહિતી મુજબ લો ગાર્ડન ચાર પાસે આવેલા બીબીસી ટાવરની બિલ્ડિંગના આઠમા માળે કોઇ કારણસર આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં સ્નોરકેલ સહિત આઠ જેટલા જેટલાં ફાયર ફાઇટર અને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

આગ લાગતાંની સાથે જ સાતમા અને આઠમા માળે તેમજ ટાવરની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. લોકો તાત્કા‌િલક ટાવરમાંથી બહાર નીચે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ ફાયર બ્રિગેડ ઘટના પહોંચી ગયા હતા.

આ લખાય છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટનામાં હજી સુધી કોઇને જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.પોલીસને જાણ થતાં નવરંગપુરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

Tags :