02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / હિંમતનગરના કાંકણોલ ખાતેથી પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નીધિ યોજના યોજનાનો પ્રારંભ

હિંમતનગરના કાંકણોલ ખાતેથી પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નીધિ યોજના યોજનાનો પ્રારંભ   26/02/2019

જિલ્લાના ૧,૩૧,૯૧૭ ખેડૂતોએ ઁસ્-દ્ભૈંજીછદ્ગ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું.  હિંમતનગર
સમગ્ર રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ( ઁસ્-દ્ભૈંજીછદ્ગ) યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આરંભ સાબરકાંઠા  જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ ખાતેથી પાણી પુરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે આ યોજનાનો શુભારંભ્‌ કરાવ્યો હતો. રાજયના ખેડૂતોની આવક કરવા રાજય સરકાર અનેકવિધ યોજનાઓ અમલી મુકી છે. તેવા જ કિસાનોના હિત માટે સમગ્ર રાષ્ટ્રમાં દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આરંભ કર્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે અગાઉની સરકારોએ ખેડૂતોના દેવા માફીની વાત કરીને તેમની લાગણીઓને ઠેસ પહોચાડવાનું કામ કર્યુ છે. પરંતુ દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ખેડૂતાના નાંણા સીધા તેમના ખાતામાં પહોચે તે માટે વિવિધ યોજનાકીય સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવી રહ્યાં છે. પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં પણ કિસાન લાભાર્થીઓના ખાતામાં જમા થશે.  સાબરકાંઠા  જિલ્લામાં પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૧,૩૧,૯૧૭ ખેડૂત પરિવારની નોંધણી કરવામાં આવી છે. જેમને આ યોજના પેટે ત્રણ તબક્કામાં નાંણા ચુકવાવમાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ખેડૂતોને વિવિધ યોજના પેટે આપવામાં આવેલ સહાયની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પી.બી. કિસ્તરીયાએ મહાનુભાવોનું સ્વાગત કરીને પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.  આ કાર્યક્રમમાં ’ મન કી બાત ’ નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની આરંભ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. 
 આ પ્રસંગે સાબરકાંઠા સાસંદ  દિપસિંહ રાઠોડ, પ્રાંતિજના ઘારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા  જિલ્લા ભાજપ પ્રમુખ  જે.ડી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  સ્તુતિ ચારણ, હિંમતનગર પ્રાંત અધિકારી ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. 

Tags :