02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લોકસભા ચૂંટણી 2019: સટ્ટા બજારના મતે જાણો ભાજપ-એનડીએને કેટલી સીટો મળશે ?

લોકસભા ચૂંટણી 2019: સટ્ટા બજારના મતે જાણો ભાજપ-એનડીએને કેટલી સીટો મળશે ?   23/03/2019

રાજસ્થાનના સટ્ટા બજારનું માનીએ તો કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઇ રહી છે. જોધપુર નજીક આવેલા ફાલોડીના સટ્ટા બજારમાં ભાજપને 250થી વધુ અને એનડીએને 300-310 સીટો મળવાની ધારણા વ્યકત કરાઇ છે. તો સટ્ટા બજારે કોંગ્રેસને પહેલાંથી પણ ઓછી સીટો આપી છે.
હવે તાજા અંદાજા પ્રમાણે પહેલાં 100ની સરખામણીમાં કોંગ્રેસને 72 થી 74 સીટો પર સમટેાઇ જશે. રાજસ્થાનની વાત કરીએ તો સટ્ટા બજારના મતે રાજ્યની કુલ 25 સીટોમાંથી 18 થી 20 સીટ પર ભાજપની જીત થશે.
સટ્ટા બજાર તેનો શ્રેય પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકને આપે છે. તેમનું માનવું છે કે આ ઘટના બાદથી ભાજપની તરફથી મતદાઓનું વલણ ઝડપથી બદલાયું છે. મતદાતાઓને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ મજૂબત બનીને ઉભર્યા છે.
ફાલોડીના બુકીઝનું એર સ્ટ્રાઇક પહેલાં માનવું હતું કે એનડીએને અંદાજે 280 સીટો મળશે અને ભાજપને 200થી વધુ. તેમના મતે એરસ્ટ્રાઇક બાદ મતદાતાઓને મૂડ બદલાઈ ગયો છે.

Tags :