02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા બનાસ બેંકની સામે ઉભેલ ઇનોવા ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર

ડીસા બનાસ બેંકની સામે ઉભેલ ઇનોવા ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર   05/12/2018

ડીસા શહેરમાં ચોરી લૂંટફાટની ઘટનાઓ દિન પ્રીતિદિન વધી રહી છે હજુ ગત રોજ ગવાડીમાંથી બે આઇસર ગાડીની ઉઠાંતરીની તપાસ થઈ નથી તયારે ધોળા દિવસે રાજદીપ જ્વેલર્સની નીચે ઉભી રાખીને ટાયર પંચર કરવા આપીને પરત ફરતા કોઈ ગઠીયો ઇનોવા ગાડીના કાચ તોડી ગાડીમાંથી પૈસા ભરેલ પાકીટ તથા જરૂરી ડોક્યુમેન્ટની ઉઠાંતરી કરી ફરાર થઇ જતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
 
મળતી માહિતી મુજબ ડીસા રાજપુર બડાપુરામાં રહેતા વેપારી સત્તારભાઈ અબ્દુલ્લા ભાઈ સોલંકી પોતાની ઇનોવા ગાડીનું ટાયર નવું લેવા મેઘદૂતમાંથી લઈને આગળ બદલાઈને જઇ રહ્યા હતા તયારે બીજુ ટાયર પંચર બનાવવા આપીને તુરંત પરત ફરતા ગાડીનો કાચ તૂટેલ હતો અને તેમાંથી પાકીટ ન જણાતા તેમણે ઉત્તર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સી.સી.ટી.વી કેમેરાની મદદથી તાપસ હાથ ધરી હતી.
 
ઉલ્લેખનીય છે કે ડીસા તથા ગવાડીમાં બે દિવસમાં બે ઘટના બનતા ડીસા શહેરીજનોમાં ફફડાટ બની જવા પામ્યો છે. ડીસાના હારદસમાં વિસ્તારમાં બપોરે ૧૨ વાગે ઘટના બની છતાં પોલીસે હજુ સુધી ગઠિયાને પકડી શકી નથી પાકીટમાં ૯૦૦૦ હજાર રૂપિયા રોકડ તથા બેન્કના જરૂરી દસ્તાવેજો તથા પરિવારના આધાર કાર્ડ તથા પાનકાર્ડ સહિતની વસ્તુઓની ગઠિયો ધોળા દિવસે ઇનોવા ગાડીના કાચ તોડીને લઈને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઉત્તર પોલીસે હાથ ધરી હતી.

Tags :