મોડાસા-શામળાજી માર્ગ પર ગાબડાંથી વાહન ચાલકો ત્રસ્ત

અરવલ્લી : અરવલ્લી જીલ્લામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ નં.૨૭ શામળાજી થી મોડાસા સુધીનો ૨૬ કિમી રોડ પર પ્રથમ વરસાદમાં ધોવાણ થતા અનેક જગ્યા એથી તૂટી જતા અને મસમોટા ગાબડાં પડતા વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે રોડ પર પડેલા ખાડાઓથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્‌યા છે. રોડ પર પડેલા ખાડાઓમાં વરસાદનું પાણી ભરાઈ રહેતા વરસતા વરસાદમાં ખાડા નં દેખાતા નાના વાહનચાલકો પટકાવવાની અને ઈજાગ્રસ્ત થવાનો બનાવો બની રહ્યા છે ગાજણ ટોલપ્લાઝા પર એલ.એન્ડ ટી કંપની વાહનચાલકો પાસેથી રોજનો લાખ્ખો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવી રહી હોવા છતાં રોડનું સમારકામ ન કરાતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે રાજ્ય સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા ખાનગી કંપની સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગણી પ્રબળ બની છે
શામળાજીથી ગોધરા હાઈવે માર્ગનું રાજ્યસરકાર દ્વારા એલએન્ડટી કંપનીને કોન્ટ્રાકટ આપ્યો હતો વર્ષ- ૨૦૧૨ માં પ્રજાજનો અને વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો એલએન્ડટી કંપનીને ૨૦ વર્ષ માટે કરાર મુજબ સોંપવામાં આવ્યો છે કંપની દ્વારા ફક્ત વાહનચાલકો પાસેથી ટોલટેક્સ ઉઘરાવવામાં રસ હોય તેમ મોડાસા નજીક ગાજણ અને માલપુર નજીક ગલિયાદાંતી પાસે ટોલ બુથ ઉભા કરી ઉત્તર ભારત માંથી દક્ષિણભારત જતા અને દિલ્હી થી મુંબઈ ને જોડાતો ટૂંકો માર્ગ હોવાથી આ રોડ પરથી રોજના હજ્જારો ટ્રક ચાલકો પાસેથી લાખ્ખો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવી ગજવામાં સેરવી લે છે પરંતુ રોડ પર પડેલા મસમોટા ખાડાઓ અને ઠેર ઠેર પડેલા ગાબડાં પુરાવામાં બેદરકારી દાખવતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે
શામળાજી-મોડાસા રોડ પર પડેલા ખાડાઓને લીધે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહનચાલકો છાસવારે પલટી જતા હોવાની સાથે અકસ્માતની ઘટનાઓ બનતા અનેક નિર્દોષ વાહનચાલકોએ જાન થી હાથ ધોવાના અને ઈજાગ્રસ્ત થવાની ઘટનાનો ભોગ ખાનગી કંપનીના પાપે બની રહ્યા છે મોડાસા-શામળાજી રોડ પર પડેલા ખાડાઓ અને ગાબડાં તાત્કાલિક પુરવામાં આવેની માંગ વાહનચાલકોમાં પ્રબળ બની છે. રાજ્ય સરકારે રોજયધોરી માર્ગ પર પડેલા ખાડાઓની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવો જોઈએ જેથી જનતા ફરિયાદ કરે અને તે ખાડા તાત્કાલિક પુરાય જેથી અકસ્માત નો ભય ના રહે તેમજ ખાડા પુરવાના ખોટા બિલો બનાવી થતો ભ્રષ્ટાચાર પણ અટકે અને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કેવો રોડ બનાવ્યો અને કેટલા સમય માં તૂટી ગયો તેની પોલ પણ ખુલ્લી પડે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.