ભાભરમાં જાહેર રસ્તાઓ પર ગંદકી કરતા ૧૪ ઈસમોને પાલિકાની નોટિસ અપાઇ

ભાભર : ભાભર પાલિકા વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેર રસ્તા ઉપર કચરો અને ગંદુ પાણી નાખતા હોવાથી ઠેર ઠેર ગંદકી ફેલાઈ રહી હતી. જેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોવાની ફરિયાદો ઉઠતા  પાલિકાના ચૂંટાયેલા સદસ્યો એ પાલિકાની ટીમને સાથે  રાખી ઝુંબેશ હાથ ધરી હતી. ભાભર હાઇવે ઉપર પાલિકાની ઝુંબેશથી ફફડાટ ફેલાયો હતો. પાલિકા દ્વારા લોકજાગૃતિ માટે લોકો દ્વારા જાહેર રસ્તા ઉપર કચરો અને ગંદુ પાણી ન ફેંકવા સુચના આપવામાં આવી હતી અને ૫૦ માઈક્રો થી નીચે નું પ્લાસ્ટિક ન વેચવા  કે ન વાપરવા માટે જનજાગૃતિના હેતુ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૪ કસૂરવારોને નોટિસ આપવામાં આવી હતી અને રૂપિયા એક હજારનો દંડ વસૂલવામાં આવતા જાહેર રસ્તા ઉપર ગંદકી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઝુંબેશમાં પાલિકાના પ્રમુખ બલુભા રાઠોડ, ઉપપ્રમુખ ડોક્ટર પરેશભાઈ અખાણી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પ્રજાપતિ, સદસ્યો કનુભાઈ ઠક્કર, વિનોદભાઈ ઠક્કર, વનરાજસિંહ રાઠોડ અને કાન્તીભાઈ જોષી જોડાયા હતા તેમજ  એસ.આઈ.જયેશ ચૌધરી સાથે પાલિકાની ટીમ જોડાઈ હતી. પાલિકા દ્વારા આવા લોકહિત માટેના કાર્યક્રમો અવારનવાર ચાલુ રાખે તેવી લોક માંગ ઉઠી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.