હિંમતનગર ખાતે નારી સંમેલન યોજાયું

 
 
 
 
                     ગુજરાત રાજય મહિલા આયોગના ઉપક્રમે સાબરકાંઠાના હિંમતનગર નજીકના કાંકણોલ ખાતે મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજાયું હતું.  
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧થી મહિલા અને બાળ કલ્યાણ વિભાગની શરૂઆત કરીને મહિલા કલ્યાણ કારી યોજના અમલી બનાવી છે. જેમાં વર્ષ ૨૦૦૫ મહિલા આયોગની રચના કરીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં મહિલાઓને પોતાના હક્ક માટે જાગૃત કરીને સમાનતાનું ધોરણ આપવાનું કામ કરે છે.  
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજયના મોટાભાગના તાલુકાઓમાં ૨૪૦થી વધુ નારી સંમેલન યોજીને ૧.૫૦ લાખથી વધુ મહિલાઓના પ્રશ્નો ઉકેલવાનું કામ કર્યુ છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજમાં મહિલાઓની ભાગીદારી વધે તેવા પ્રયાસ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
તેમણે મહિલાઓ માટે આર્શીવાદ સમાન ૧૮૧ અભયમને ૪૬ લાખથી વધુ મહિલાઓએ ફોન  કરી સહાયતા મેળવી છે. નારી અદાલતની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં ૨૭૦થી વધુ નારી અદાલતો શરૂ થઇ છે. જેના થકી મહિલાઓને ન્યાય મળવો સરળ થઇ ગયો છે.   
આ પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન અને મહિલા સશક્તિકરણ કરવાનું કામ આ  રાજય સરકાર કરી રહી છે. તેમણે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અનેકવિધ યોજના અમલી હોવાનું ઉમેર્યુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રતનબેન સુતરીયા, મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વિણાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ તથા મહિલા આગેવાન કૌશલ્યાકુંવરબાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું.કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પુલવાવમાં શહિદ જવાનોને શ્રધ્ધાજંલિ અપર્ણ કરવામાં આવી હતી.નારી સંમેલનમાં નગરપાલિકા પ્રમુખ  અનિરુધ્ધ સોરઠીયા, પ્રોગામ ઓફિસર શ્રી શ્રીમાળી સહિત આંગણવાડીના સીડીપીઓ, સુપરવાઇઝર તથા આંગણવાડી કાર્યકર તેમજ મોટી સંખ્યમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.