ઈન્ડિગો વિમાનમાં મુસાફર પર પડ્યો બ્લેક કોબ્રા, ચાલાકીપૂર્વક બચાવ્યો જીવ

ઝડપથી પહોંચવા માટે લોકો મોટાભાગે ફ્લાઈટમાં મુસાફરી કરે છે, પરંતુ ફ્લાઈટ્સની અંદર પણ ક્યારેક-ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેમ કે પંજાબના એક મુસાફર સાથે ઈન્ડિગોની ફ્લાઈટમાં બન્યું. 28 જુલાઈના રોજ ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટે ચંદીગઢથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટમાં પંજાબના સંગરૂર રહેવાસી એક કાપડ વેપારી અશ્વની ગુપ્તા અને તેમનો પુત્ર નમન ગુપ્તા પ્રવાસ કરી રહ્યા હતા.
 
ફ્લાઈટ ટેક ઓફ થયા બાદ અશ્વની ગુપ્તાએ જમ્યા અને થોડા સમય બાદ અચાનક તેમની છાતી પર એક કાળા રંગનો કોબ્રા સાપ પડ્યો. સાપ જોઈને અશ્વની ગભરાઈ ગયા અને તરત ઉભા થઈને સાપને એક ઝટકો મારી નીચે પાડી દીધો. વિમાનમાં સાપની ખબર પડતા અન્ય મુસાફરો વચ્ચે અફરાતફરી મચી ગઈ.
 
આ દરમિયાન અશ્વની ગુપ્તાએ તેનો મોબાઈલ કાઢ્યો અને સાપની તસવીર લઈ લીધી. ત્યારબાદ અશ્વની ગુપ્તાએ તસવીર એર હોસ્ટેસને બતાવી. ત્યારે વિમાન કેપ્ટને મુસાફરોને શાંત રહેવા માટે અનુરોધ કર્યો. ત્યારબાદ આખી મુસાફરીમાં તે પોતાની સીટ પર પગ ઉપર લઈને બેઠો રહ્યો. અશ્વની ગુપ્તાનું કહેવું છે કે, મને એ વાતનો ઘણો અફસોસ થયો કે મારી ફરિયાદ છતાં ફ્લાઈટમાં રહેલા કર્મચારીઓએ કોઈ એક્શન કેમ ના લીધું.
 
ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ પણ કોઈએ કંઈ કાર્યવાહી ના કરી. ઘટના બાદ અશ્વની ગુપ્તાએ લીગલ એડવાઈઝરી દ્વારા ઈન્ડિગોને લીગલ નોટિસ મોકલીને વળતરની માંગણી કરી છે. સાથે જ આ મામલે ઈન્ડિગોના વ્યવહારનો વિરોધ કર્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.