02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / સુરતમાં પત્નીના પ્રેમીની હત્યા કરી પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યો

સુરતમાં પત્નીના પ્રેમીની હત્યા કરી પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યો   06/04/2019

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ ઉપર એક યુવકની જાહેરમાં હત્યા થવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં કતાર ગામમાં વધુ એક યુવકની હત્યા થઇ છે. કતાર ગામમાં ટેલરની દુકાન ધરાવતા યુવકની દુકાનમાં જ હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
 
મળતી માહિતી મુજબ, સુરતના કતાર ગામ વિસ્તારમાં ઉદયનગર-૧ માં આવેલ મકવાણા ટેલર નામની દુકાનમાં મકવાણા યુવક પોતાનું કામ કરતો હતો ત્યારે અજાણ્યા યુવક આવી તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમાં યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવકના હત્યારા યુવકની પત્ની સાથે પ્રેમ સબંધ હોવાના કારણે યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ત્યારબાદ યુવક પોલીસ મથકે હાજર થઇ ગયો હતો.
 

Tags :