ડીસા સહિત જિલ્લાભરમાં વાયુની અસરના પગલે ભારે પવન સાથે વરસાદી ઝાપટાં

ડીસા : ગુજરાત રાજ્ય પર વાયુ વાવાઝોડાની અસર બરરકાર જોવા મળી રહી છે જોકે વાયુ વાવાઝોડાની અસર મધ દરિયે ઓછી થઈ જતા ગુજરાત પરથી સંકટ ઓછું થયું છે પણ વાવાઝોડાની અસર ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાના પગલે કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવા થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ સોમવારના દિવસભર ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદી વાતાવરણને લઇ ખેડૂતોમાં પણ કંઇ ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ઉનાળુ સિઝન ના પાકો વરસાદના કારણે બગડી ગયા છે તો બીજી તરફ વરસાદના કારણે ખેડૂતો ખરીફ પાકની વાવણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આ વર્ષે વરસાદનું વહેલું આગમન ખેડૂતોને આમ પ્રજા માટે કેટલું મહત્વનું રહેશે તે તો આવનાર સમય બતાવશે પણ અત્યારે વરસાદને લઈ લોકોમાં પણ રાહતના સમાચાર મળી રહ્યા છે. ડીસા પંથકમાં ૦૦.૨ મીમી વરસાદ ની સાથે અત્યાર સુધી ૧૫ મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં નવ દિયોદરમાં પાંચ કાંકરેજમાં પાંચ ધાનેરામાં ચાર અને વડગામમાં બે મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદના ઝાપટાઓના અહેવાલ મળી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.