મોડાસાના મેઘરજ રોડ પર ખુલ્લી જગ્યામાં શ્રમિક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાલક ડોલક બની છે માલપુર રોડ પરથી પ્રમુખ ધામ કોમ્પ્લેક્ષ આગળ થી લોહીલુહાણ હાલતમાં મળી આવેલ શ્રમિક આધેડનો મૃતદેહ મળી આવવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે શનિવારે રાત્રીના મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ ની પાછળની ખુલ્લી જગ્યામાં બે શ્રમિક પરિવારોની ઝૂંપડું બનાવવાની બોલાચાલીમાં નજીકમાં ઝુંપડા બહાર બેઠેલા યુવકે દૂર રહેવાનું જણાવતા એક શખ્શે ઉશ્કેરાઈ જઈ યુવકની છાતીના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકાતા બે પરિવાર ની બબાલમાં નિર્દોષ ૨૦ વર્ષીય યુવકનો ભોગ લેવાતા ભારે ચકચાર મચી હતી મોડાસા રૂરલ પી.એસ. આઈ વ્યાસ ઘટનાસ્થળે દોડી આવી હત્યાનો ગુન્હો નોંધી મધ્યપ્રદેશનો હત્યારાને વહેલી સવારે ૪ વાગે દબોચી લીધો હતો મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ પાછળ ખુલ્લી જગ્યામાં શ્રમિકો ઝુંપડા બનાવી જીવનનિર્વાહ ચલાવે છે શનિવારે રાત્રીના સુમારે મધ્યપ્રદેશના પઠેરા ગામનો ઉંધલ સીંગ બીસ્કુટલાલ પારઘી નામનો શ્રમિક અન્ય રાજુભાઈ રમેશભાઈ શ્રમિક વચ્ચે ખુલ્લી જગ્યામાં ઝૂંપડું બાંધવા ઝગડતા ઝગડતા સરતાન ભાઈ રમેશભાઈ પલાસ ( ઉં.વર્ષ-૨૦) ના ઝુંપડા બાજુ આવતા યુવકે દૂર જઈ બબાલ કરવાનું જણાવતા ઉંધલ સીંગ બીસ્કુટલાલ પારઘી એકાએક ઉશ્કેરાઈ જઈ યુવકના છાતીના ભાગે છરી ભોંકી દેતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજતા હત્યારો ફરાર થઈ ગયો હતો યુવકની હત્યાને પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા ૧૦૮ ઈમજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા શ્રમિક પરિવારોમાં રોકોકાળ મચી હતી હત્યાના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે મૃતક સરતાન ભાઈની માતા લલીતાબેન રમેશભાઈ પલાસ ( રહે,આંબલી, દાહોદ) હાલ રહે,કુમકુમ પાર્ટીપ્લોટ પાછળ ની ફરિયાદના આધારે ઉંધલ સીંગ બીસ્કુટલાલ પારઘી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે મોડાસા નજીક થી ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.