02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / રાધનપુર નગરપાલિકાના ૬૫ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ ઉપર

રાધનપુર નગરપાલિકાના ૬૫ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ ઉપર   02/09/2018

રાધનપુર
રાધનપુર નગરપાલિકાના ૬૫ જેટલા સફાઈ કામદારો પોતાને કાયમી કરવા અને પગાર વધારાની માંગ સાથે શનિવારે રાંધણછઠના દિવસે સવારે નગરપાલિકા કચેરી ખાતે હડતાલ ઉપર ઉતર્યા હતા.નગરપાલિકામાં માત્ર સગાંવાદના જોરે સફાઈ કામદારોની જગ્યાએ સગા ઓને નોકરી ઉપર લગાડ્‌યા હોવાનો ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોશીએ આક્ષેપ કર્યો હતો. નગરપાલિકામાં સફાઈ કામદારો માટે મહેકમ મંજુર કરવામાં આવ્યું હોવા છતાંય સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી,અને સફાઈ કામદારોને માસ્ટર ઉપર જ નોકરી કરવી પડે છે.જે બાબતે પાલિકાના સત્તાધીશોને કોઈપણ જાતની લેખિત જાણ કર્યા વગર જ શનિવારે ૬૫ સફાઈ કર્મચારીઓ કાયમી કરવા અને પગાર વધારવાની માંગ સાથે હડતાલ ઉપર ઉતરી જતા પાલિકાના સત્તાધીશોની હાલત કફોડી થવા પામી હતી. પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ લેખિતમાં કોઈપણ રજુઆત કર્યા વગર જ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતારી ગયા હોવાથી તેમના પ્રતિનિધિને બોલાવીને જે તે ચર્ચા કરીને નિરાકરણ લાવવામાં આવશે. જયારે પાલિકાના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોશીના જણાવ્યા મુજબ નગરપાલિકા એક્ટમાં કોર્પોરેટરોના ભાઈ, ભત્રીજા, ભાણીયા કે પુત્રને પાલિકામાં નોકરી રાખી શકતા નથી તેમ છતાંય આજે કોર્પોરેટરોના અનેક સગાઓ નોકરી કરી રહ્યા છે, જેના  કારણે સફાઈ કામદારોને અન્યાય થઇ રહ્યો છે. સફાઈ કામદારોએ લેખિતમાં રજુઆત કરી હતી 
આ હડતાલ બાબતે સફાઈ કામદારોએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી,જેમાં તેઓ છેલ્લા ૩૦ વર્ષથી નગરપાલિકામાં નોકરી કરે છે, અને કાયમી કરવામાં આવતા ના હોવાથી આવી કારમી મોંઘવારીમાં જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે,અને નાના અને ટૂંકા પગારમાં ઘર ચલાવવું કે છોકરાઓને ભણાવવા તેવી રજુઆત કરીને નગર પાલિકામાં મહેકમ મંજુર થયું હોવા છતાંય તેમનો સમાવેશ કરવામાં આવતો ના હોવાથી તા.૧ સપ્ટેમ્બરથી હડતાલ ઉપર ઉતારવાની ચીમકી લેખિતમાં આપી હતી.અને જ્યાં સુધી સફાઈ કામદારોની ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી બીજા કોઈની ભરતી કરવી નહિ તેવી પણ રજુઆત કરવામાં આવી હતી.

Tags :