02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / ભિલોડામાં ૫.૮ ફૂટ લાંબા કેશ ધરાવતી "ક્રિશ્ના"બની આકર્ષણનું કેન્દ્ર

ભિલોડામાં ૫.૮ ફૂટ લાંબા કેશ ધરાવતી "ક્રિશ્ના"બની આકર્ષણનું કેન્દ્ર   27/05/2019

અરવલ્લી જિલ્લામાં યુવતીઓએ માથાના લાંબા વાળ માટે અનોખી પહેલ કરી દીધી છે,તાજેતરમાં  મોડાસાના સાયરા ગામની વતની નિલાંશી પટેલ માથાના સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન ધરાવ્યું છે ત્યારે ભિલોડા ખાતેની કોટેજ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી માતા મીનાબેન અને દરજી કામ સાથે સંકળાયેલ પિતા કમલેશભાઈ પંચાંલની લાડકી દીકરી ક્રિષ્ના પણ લાંબા વાળ ધરાવતી હોવાથી  ક્રિષ્ના આકર્ષણ જમાવી રહી છે.જ્યારે ક્રિષ્ના શાળામાં કે નગરમાં નીકળી હોય ત્યારે જો કોઈને નજર ક્રિષ્નાના લાંબા વાળ પર પડી જાય તો જોતાજ રહી જાય છે. મોડાસાના સાયરા ગામની વતની નિલાંશી પટેલ માથઆના સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન ધરાવે છે. વધુ એક સિદ્ધિ મેડળવા અને અરવલ્લી સહિત ગુજરાત તેમજ દેશનુ નામ રોશન કરવા ક્રિષ્ના યથાર્થ મહેનત કરી રહી છે.ક્રિષ્ના પોતાના માથાના લાંબા વાળને પોતાના જીવથી પણ વધુ સંભાળ રાખે છે,ક્રિષ્નાને જ્યારે પોતાના વાળ ધોવાના હોય ત્યારે બીજા એક વેક્તિની મદદ લેવી પડે છે.
ક્રિષ્નાની માતા મીનાબેન પંચાલે જણાવ્યું હતું કે ક્રિષ્ના ના વાળ ૫ ફૂટ અને ૮ ઇંચ લાંબા વાળ હોવાથી દર રવિવારે ધોવા માટે મદદ કરું છું,એના વાળની વૃદ્ધિ માટે સાબુ,શેમ્પુ,તેલ જેવી વસ્તુઓ હર્બલ વાપરવાનો આગ્રહ રાખવું છું .અન્ય એક સવાલ મીના બહેનને પૂછતાં કે આ પ્રેરણા તમને કયાંથી મળી ત્યારે સુંદર જવાબ આપતા કહ્યું કે જો મોડાસાના સાયરા ગામની નિલાંશી પટેલ માથાના સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું હોય તો મારી ક્રિષ્ના માટે પણ જે કરવાનું હોય તેના માટે હું તૈયાર છું.ત્યારથી ક્રિષ્ના ના માતા પિતાએ ગ્રીનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાની પ્રક્રિયા હાથ ધરવા માહિતી એકઠી કરવાની શરૂ કરી છે.

Tags :