02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / માલપુર નગરમાં પક્ષીઓને બચાવવા વનવિભાગ દ્વારા કરૂણા અભિયાન રેલી યોજાઈ

માલપુર નગરમાં પક્ષીઓને બચાવવા વનવિભાગ દ્વારા કરૂણા અભિયાન રેલી યોજાઈ   11/01/2019

 
 
 
                     અરવલ્લી વહીવટી તંત્ર અને માલપુર વન વિભાગ દ્વારા મકરસક્રાંતિ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ તેમજ મોતને ભેટતા અબોલ પક્ષીઓને બચાવવા માટે માલપુર નગરમાં કરુણા અભિયાન રેલી યોજાઈ હતી. 
આ રેલીમાં સ્થાનિક સંસ્થાઓના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પ્રજાજનોમાં જનજાગૃતિ માટે બેનરો અને સૂત્રોચ્ચાર થકી પક્ષી બચાવો સંદેશ આપ્યો હતો. ઉત્તરાયણમાં અનેક પક્ષીઓ દોરી થી ઈજાગ્રસ્ત બનતા હોય છે. 
જેને લઈને રાજ્ય સરકાર દ્વારા વનવિભાગના માધ્યમથી સંયુક્ત કરુણા અભિયાન રેલી યોજી જીવદયા માટે પ્રયાસો હાથ ધર્યા છે. માલપુર નગરના મુખ્યમાર્ગો અને નગરમાં રેલી યોજી હતી.

Tags :