વડગામ માર્કેટયાર્ડમાં મગફળી લઇ આવેલા ખેડૂતો ૨૪ કલાકથી અટવાયા

વડગામ માર્કેટયાર્ડમાં  મગફળી લઇ આવેલા ખેડૂતો ૨૪ કલાકથી બેસી રહ્યા છે. અને અધિકારીઓ કહે છે કે જે ખેડૂતોને સરકારે એસએમએસ દ્વારા ખેડૂતો પહેલા  દિવસે આવી ગયા છતાં બીજા દિવસ સુધી સરકારે મગફળી લીધી ન હતી જેને લઇ ખેડૂતો રોષે ભરાયા હતા. અને જો સરકાર દ્વારા મગફળી ખરીદવામાં આવી  રહી છે તો નથી સીસીટીવી કેમેરા કે નથી તો મૂકવામાં આવેલો કેમેરામેન પણ જોવા મળ્યો ન હતો.
 
વડગામ માર્કેટ યાર્ડ માં પૂરતા બારદાન ન આવતા મગફળી લઇ આવેલા ખેડૂતો ૨૪ થી બેસી રહ્યા  છે અને રોષે પણ ભરાયા છે.પણ સરકારે જે ખેડૂતોને  એસએમએસ દ્વારા બોલાવ્યા હતા તે લોકોની પહેલા દિવસે મગફળી લેવામાં નથી આવી અને બીજા દિવસે બારદાન ન હોવાથી અને સરકારી અધિકારીઓ ઓછા  પ્રમાણમાં હોવાથી જે કામ ઝડપી થવું જોઈએ તે કામ ઝડપી થતું નહોતું જેના લીધે આવેલા ખેડૂતો રોષે ભરાયાં હતા. વડગામ માં આવેલા લાલજી મામા  માર્કેટયાર્ડ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું પણ સરકાર દ્વારા પહેલા દિવસે માત્ર ૧૦૦૦ બારદાન મોકલવામાં આવ્યા હતા.  જ્યારે પહેલા દિવસે માત્ર પંદર ખેડૂતોની મગફળી સરકારેખરીદી અને પણ બીજા દિવસે ઉપલા અધિકારીઓએ ના તો વધુ બારદાન ની વ્યવસ્થા કરી ને ના  મોકલ્યા અને વહીવટી કામ માટે  પૂરતો સ્ટાફ ન હોવાના લીધે પણ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોય તેવું ખેડૂતોનું કહેવું છે. ત્યારે આ અંગે મેજરપુરા  ગામના લક્ષ્મણજીએ જણાવ્યું હતું કે મારો નંબર ૧૯છે અને હું ગુરૂવાર સવારે થી આવ્યો છું પણ હજુ સુધી મગફળીની ખરીદી સરકારે કરી  નહોતી તે આવતા  ખેડૂતો માટે પીવાના પાણી કે બેસવાની પણ વ્યવસ્થા સરકારે કરી નથી અને છેલ્લા બે દિવસથી આવેલા ખેડૂતો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.   સરકાર દ્વારા મગફળી ખરીદવામાં આવી રહી છે તો નથી સીસીટીવી કેમેરા કે નથી તો મૂકવામાં આવેલો કેમેરામેન પણ જોવા મળ્યો ન હતો અને સરકાર માત્ર  પોકળ વાયદા કરે છે અને તાયફા કરે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે જલ્દીથી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.