02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ઊંઝા વિધાનસભા સીટ પર કૉંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, ચાર પ્રબળ દાવેદાર માંથી કોને મળશે ટિકિટ? જાણો

ઊંઝા વિધાનસભા સીટ પર કૉંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, ચાર પ્રબળ દાવેદાર માંથી કોને મળશે ટિકિટ? જાણો   19/03/2019

ડો.આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા વિધાનસભાની સીટ ખાલી પડી હતી. જ્યાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની સાથે જ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરાય છે.જેમાં ગઈકાલે ઉંઝા ઉનાવા હાઇવે પરની એક ખાનગી હોટલમાં કોંગ્રેસના અશ્વિન કોટવાલના નેતૃત્વમાં ટિકિટ વાંચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી. જોકે ઊંઝા વિધાનસભા પર ટિકિટ માટે 22 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી પણ તેમાં પ્રબળ દાવેદાર ઉમેદવારો તરીકે ચાર નામ બહાર આવ્યા છે. 
 
ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઊંઝા વિધાનસભા સીટ પર કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના વતન વડનગરમાંથી જ ભાજપને પડકારવાનો પ્લાન બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સેન્સ દરમ્યાન પ્રબળ દાવેદારોમાં વડનગર થી પરેશ પટેલ, ઊંઝા થી કામુ પટેલ , જય પ્રકાશ પટેલ અને ભવલેશ પટેલ ના નામની ચર્ચા ચાલી રહી છે. જેમાં પરેશ પટેલ નું નામ ટોચમાં હોવાનું જાણવા મળ્યું છે. વળી કોંગ્રેસ દ્વારા આ વખતે વડાપ્રધાનના વતન વડનગરમાં થી જ ભાજપને પડકારવાનું નક્કી કરાયું છે ત્યારે પરેશ પટેલને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝા વિધાનસભામાં ઊંઝા અને વડનગર એમ બંનેનો સમાવેશ થાય છે. જેમાં વડનગર માંથી સૌથી વધારે ઓબીસી મતદારો છે. 2017માં પણ વડનગરના મતદારોએ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઊંઝા વિધાનસભાની સીટ પર જે ઉમેદવાર વડનગરના મતદારોને રીઝવી શકે છે, એ ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે પણ આ વખતે વડનગરના સ્થાનિક સહકારી આગેવાન એવા પરેશ પટેલ નું નામ આગળ ધર્યું છે, ત્યારે આવનાર સમયમાં હવે ઊંઝા ની સીટ પર એક વાર પુનઃ કોંગ્રેસ સત્તા મેળવે તો નવાઈ નહિ !!!

Tags :