ઉ.ગુજરાત યુનિવર્સિટીની ભરતી પરીક્ષા અધ્ધરતાલ ઃ ઉમેદવારો મુંઝવણમાં

 ઉ.ગુજરાત યુનિવર્સિટીની ભરતી પરીક્ષા અધ્ધરતાલ ઃ ઉમેદવારો મુંઝવણમાં
 
 
પાટણ
પાટણ Âસ્થત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વહીવટી કામકાજ માટે જરૂરી કલાર્ક સહિતની જગ્યાઓ ભરવા આવેદન મંગાવ્યા હતા. જેમાં ગેરરીતિની ઘટનાને પગલે પરિક્ષા રદ કર્યા બાદ મામલો અધ્ધરતાલ બન્યો છે. પરીક્ષાઓની ફી લઈને બેઠેલી યુનિવર્સિટી દ્વારા આગળનો તબક્કો અભરાઈએ ચઢ્યો છે.
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કલાર્ક, ટાઈપીસ્ટ, પી.એ.ટુ રજીસ્ટ્રાર, ડેપ્યુટી એકાઉન્ટ સહિતની ૩૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી જેમાં સરેશાર ૧૯૦૦ થી વધુ અરજદારોની પરીક્ષા હાથ ધરવામાં આવી હતી. ત્રણેક માસ અગાઉ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થવાની રાવને પગલે તપાસ થઈ હતી, જેમાં કારોબારી કમિટિએ સમગ્ર મામલે તપાસ કમિટિ નિમ્યા બાદ ભરતી પરીક્ષા રદ કરી હતી, એ પછી ફરીથી પરીક્ષા લઈ ભરતી પ્રક્રિયા આગળ વધી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ કારોબારીએ ભરતી પરીક્ષા રદ કરી યુનિ.ના સત્તાધિશો તપાસ કમિટિના રિપોર્ટની રાહ જાઈ બેઠા છે, જા કે રિપોર્ટ હજુ રજુ થયો નથી. ત્યારે પરીક્ષા માટે ફી ચૂકવેલ વિદ્યાર્થીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની છે. યુનિ.માં કારોબારીનું વર્ચસ્વ હોવાથી કુલપતિ કે રજીસ્ટ્રાર ભરતી પરીક્ષા માટે કઈ કહેવા તૈયાર નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.