પાટડી પાસે ડ્રાઇવરે કાબુ ગુમાવતા થયો અકસ્માત, ડીઝલ લેવા થઇ પડાપડી

પાટડીઃ ખંભાળીયા તાલુકાના વાડીનારથી ડીઝલ ભરેલું ટેન્કર ઉત્તરપ્રદેશ જઇ રહ્યું હતું. ત્યારે ચાલકે કાબુ ગુમાવતા પાટડીના એછવાડા પાસે રોડ નીચે ઉતરી જતાં ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. પલ્ટી ખાધેલા ટેન્કરમાંથી ડિઝલ ઢોળાતા લોકોએ સાધનો સાથે ઢોળાયેલું ડીઝલ ભરવા પડાપડી કરી હતી.
 
પાટડી તાલુકાના બહુચરાજી હાઇવે પર એછવાડા ગામ પાસે રાત્રિના સમયે ખંભાળીયા તાલુકાના વાડીનાર એસ્સારના ડેપોમાંથી ડીઝલ ભરેલું ટેન્કર લઇને રાજકોટ ગણેશ ટ્રાન્સપોર્ટના ચાલક ભારમલ ખીમાભાઇ મોરી (રબારી) અને રવિ નારણભાઇ રબારી એછવાડા ગામ પાસેથી ડીઝલ ભરેલું ટેન્કર લઇને પસાર થઇ રહ્યાં હતા. ત્યારે સામેંથી આવતા વાહનોની લાઇટોથી અંજાઇ જતા ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટેન્કર રોડ નીચે ઉતરી જઇને પલ્ટી ખાઇ ગયું હતું. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોંતી.
 
રોડ ઉપર ડીઝલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકો કેરબા, ડબલા સહિતના સાધનો સાથે વાહનો લઇને ડીઝલ ભરવા પડાપડી કરવા લાગ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.