02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / પોશીનાની ૧૩ વર્ષીય અપહૃત સગીરાને પાંચ દિવસ બાદ પરત લવાઈ

પોશીનાની ૧૩ વર્ષીય અપહૃત સગીરાને પાંચ દિવસ બાદ પરત લવાઈ   18/01/2019

 
 
 
                સાબરકાંઠા જિલ્લામાં પોશીના ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યા બાદ આજે ૧૩ વર્ષીય સગીરાને ઘરે પરત લવાઈ હતી. જેમાં૧૩ વર્ષીય આદીવાસી સગીરાને લઘુમતી સમાજના ૪ યુવક અપહરણ કરી ભગાડી જતા ભારે રોષ ફેલાયો હતો.
પોશીના તાલુકાના કોટડા ગામે ૧૩ વર્ષીય આદીવાસી સગીરાને લઘુમતી સમાજના ૪ યુવક ૫ દિવસ પહેલા અપહરણ કરી ભગાડી ગયો હતો જેના પગલે આજે સગીરાના માતા પિતા લઘુમતી સમાજના યુવકના ઘરે જતા લઘુમતી સમાજના લોકોએ ભારે રોષ સાથે સગીરાના પિતા સહિત અન્ય લોકો પર પથરાવ કરતા સગીરાના પિતાને ગંભીર ઈજા થઈ હતી જોકે આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી તેમજ ડીવાયએસપી સહિત નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.હાલમાં આ મુદ્દે ખેરોજ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ પોસ્કો સહિત ની ફરિયાદ નોંધાવીઇ છે.

Tags :